કવિ-પત્નીની ગઝલ
કવિતામાં તારું તું જીવન વિતાવે, મને એમાં કે એને મુજમાં જીવાડે ? મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે, તું કોને વધુ દિલની નજદીક રાખે? અહર્નિશ ને અઢળક પ્રણય આપણો, પણ કશું છે જે આ રોમેરોમે દઝાડે. વખાણોના કાંટે મને ભેરવીને તું તારું જ ધાર્યું હંમેશા કરાવે. દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું, તને દુઃખ [...]