Posts Tagged ‘vivek manahar tailor’

એક બિનસરહદી ગઝલ

Posted on February 19th, 2010 by gujaratikavita  |  7 Comments »

सरहद की दोनों ओर चहकता चमन रहे, એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે. બંને તરફના લોક વિચારે બસ આટલું- मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे । सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे, ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે. ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ? [...]

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?

Posted on August 4th, 2009 by admin  |  2 Comments »

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે? વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે. વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે, વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે. શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી, વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે. ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે…ક ‘વિશ્વાસ’ નામ કોતરી શણગારતાં હવે. તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? [...]

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે

Posted on April 27th, 2009 by admin  |  9 Comments »

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે, આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે. હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ, પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે. બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની, એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે. ‘તું નથી’ ની વાસ્તવિક્તા [...]

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી

Posted on December 30th, 2008 by gujaratikavita  |  1 Comment »

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી, પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ? કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં, આયખામાં જેટલાં યે સળ છે; તારા જ દીધા સૌ વળ છે. કિયા છેડેથી બાકી તેં રાખી ? મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી. શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર, [...]

ખુશી – ડૉ.વિવેક મનહર ટેલર

Posted on September 4th, 2008 by gujaratikavita  |  No Comments »

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી, આંસુ બનીને આંખમાં મલકાય છે ખુશી. તું આવ કે ન આવ, કહી દે કે આવશે, જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી. વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો, તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.   ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન, જોઈ તને યુગો [...]

વસતો નથી

Posted on July 21st, 2008 by gujaratikavita  |  No Comments »

શરીરોમાં માણસ આ વસતો નથી, સમય પણ લગીરે ય ખસતો નથી. તું પણ પહેલાં જેવું વરસતો નથી, અને હું ય એવું તરસતો નથી. અરીસાએ ભીતરથી નીકળી કહ્યું: ‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’ મળો તો મળો હાથ બે મેળવી, મળો તે છતાં એ શિરસ્તો નથી. સદી આખી ખંડેર મોંહે-જોના, મકાનો તો છે, ઘરનો રસ્તો [...]

છૂટ છે તને

Posted on June 30th, 2008 by gujaratikavita  |  3 Comments »

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને, તારી શરત થી જીતવાની છૂટ છે તને. વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને. ખાલી જગા સમાન આ જીવન હવે થયું, પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને. મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!ખૂલ્લાં છે દ્વાર, [...]

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?

Posted on June 23rd, 2008 by gujaratikavita  |  4 Comments »

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ? ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.   ‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ, ’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ. થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે, જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ. બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ [...]

મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે

Posted on June 23rd, 2008 by gujaratikavita  |  1 Comment »

મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે, પાણીના બે અણુ સમું બંધાણ સઘળું છે. જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે, શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે. લૂંટાવું તારા હાથે, એ નિશ્ચિત હતું, ઓ કાબ ! છે હાથ, છે કળા ને ધનુષ-બાણ, સઘળું છે. ચઢતાં જે થાક લાગ્યો, ઉતરતાં ન લાગ્યો [...]

તું હરદમ હરજનમ મારી હતી

Posted on June 23rd, 2008 by gujaratikavita  |  1 Comment »

તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ, રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?! જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે, તું ભર સામાન રોજેરોજ, હું ખાલી કરું કાયમ. સમય થઈ શૂળ ભોંકાયા જ કરશે શ્વાસમાં મારા, ખબર જો હોત, આવી ભૂલ કરતે ના કદી હમદમ. દુઃખોને નામ-સરનામાં, ધરમ [...]