Posts Tagged ‘vishal monapara’

કોને જોઇએ છે?

Posted on September 4th, 2008 by gujaratikavita  |  No Comments »

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે? ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે? શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના? બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે? અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની, નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે? થોડી લાગણી બતાવી અમારે મન [...]

તારો જવાબ શું હશે?

Posted on July 21st, 2008 by gujaratikavita  |  No Comments »

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે? પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે? પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે? હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં ભુલી ગયો તને એમ બોલું ખોટું તો [...]

બાકી શું વધશે? – વિશાલ મોણપરા

Posted on July 21st, 2008 by gujaratikavita  |  No Comments »

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે? પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે? એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે? આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે? પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ [...]

આજે તો એપ્રીલ ફૂલ છે

Posted on June 30th, 2008 by gujaratikavita  |  No Comments »

મળવાનુ વચન આપી ન આવે મળવા હળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે આંખમાં આવકાર, હોઠો પર જાકારો આરસના છળ પણ કેવા ક્રુઅલ છે આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષો કેચ પકડાયો તો કહે ફાઉલ છે જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાની પછી કહે ‘કખગ’ કેટલો કુલ છે – વિશાલ મોણપરા

એ આ જ જગા છે

Posted on June 30th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્રેમનો કર્યો હતો એકરાર એ આ જ જગા છે ધરાઇને કર્યો હતો પ્યાર, એ આ જ જગા છે શરૂઆતમાં કેટલીક પળ, પછી કલાક પછી દિન-રાત તારા જ ચાલતા હતા વિચાર એ આ જ જગા છે રુપાની ઘંટડી જેવો આવતો અવાજ ‘અરે વિશાલ’ અને દિલના ઝણઝણતા તાર, એ આ જ જગા છે કારણ શું હતુ કે [...]

જ્યારથી મેં તને જોઇ છે

Posted on June 16th, 2008 by gujaratikavita  |  No Comments »

જ્યારથી મેં તને જોઇ છે, જાણી છે, ચાહી છે ત્યારથી મનમાં ઇચ્છાનો એક ફણગો ફુટ્યો છે. એ ઇચ્છા ન તો કુતુહલતા છે, ન તો જિજ્ઞાસા, ન તો મોહ છે, ન તો વાસના. ઇચ્છા તો નાનકડી જ છે, તારા ગુલાબને શરમાવે એવા નાજુક ગાલોનો સ્પર્શ. એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે આ ઇચ્છા પરિપુર્ણ [...]

પહેલા વરસાદનો પહેલો છાંટો

Posted on June 9th, 2008 by gujaratikavita  |  No Comments »

પહેલા વરસાદનો પહેલો છાંટો પડ્યો આ દેહ પર અને મનમાં હતું કે હમણાં જ શરીરના રોમે-રોમ ખીલી ઊઠશે રોમાંચકતાથી હમણાં જ એક મીઠી સુગંધથી ભરાઇ જશે તન-મન મારુ હમણાં જ એક ઠંડીની લહેરખી પસાર થ એ જશે તનમાંથી અને થયુ પણ એવું જ તનમાંથી એક લહેરખી પસાર થઇ ખીલી ઊઠ્યા રોમે-રોમ અને ભરાઇ ગયુ આ [...]