Posts Tagged ‘vinod gandhi’

લટકવાનું

Posted on September 20th, 2011 by admin  |  6 Comments »

ઘણું અઘરું છે મળવાનું, બીજાના મનને કળવાનું. જીવનભર એ કર્યું છે ને, હવે અંતે ય બળવાનું ? ચલો, કોશિશ તો કરીએ, દૂધે સાકર શું ભળવાનું ! બધાંએ વૃક્ષના ભાગે, નથી હોતું જ ફળવાનું ! જીવન માટે ઝઝૂમ્યા ને, મરણ કાજે ટટળવાનું ! તને હું કામ સોંપું છું, ઋષિના મનને ચળવાનું ! અમે છટકીને અહીં આવ્યા, [...]

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા

Posted on January 3rd, 2009 by gujaratikavita  |  No Comments »

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા તેં કફન ખોલી કદી જોયું નહીં મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા – વિનોદ ગાંધી

આમ તો નાચીજ છે આખું જગત

Posted on November 4th, 2008 by gujaratikavita  |  No Comments »

આમ તો નાચીજ છે આખું જગત, લોભવે એ ચીજ છે આખું જગત. ચૌદ આની હોય છે ઢંકાયલું, આભમાંની બીજ છે આખું જગત. છોડવું ગમતું નથી હર કોઈને, આ કયું તાવીજ છે આખું જગત ? નામ લેતાં એક જણ ગિન્નાય છે, એક જણની ખીજ છે આખું જગત. ચોતરફ કાદવ રહે છે હરઘડી, એટલે સરસિજ છે આખું [...]

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?

Posted on September 9th, 2008 by gujaratikavita  |  No Comments »

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ? ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ? આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી માણસના નખ વધીને ખીલા થતા જશે ? – વિનોદ ગાંધી