Posts Tagged ‘shekhadam aabuvala’

તારી પાસે રામ છે

Posted on June 10th, 2008 by gujaratikavita  |  No Comments »

તારી પાસે રામ છે મારી પાસે જામ છે અર્થ શો વિખવાદનો બેઉને આરામ છે ! – શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાં

Posted on June 4th, 2008 by gujaratikavita  |  No Comments »

અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરે સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં. મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું. – શેખાદમ આબુવાલા

હું નયનનું નીર છું

Posted on June 2nd, 2008 by gujaratikavita  |  No Comments »

હું નયનનું નીર છું પ્રેમનું તકદીર છું ખેંચશો – હારી જશો દ્રૌપદીનું ચીર છું અર્જુને પૂછ્યું મને રે તું કોનું તીર છું જે નજર આવે નહીં તેની હું તસ્વીર છું પાત્ર લાવો હેમનું હું સિંહણનું ક્ષીર છું જન્મના ફેરાની હું તૂટતી ઝંજીર છું જાય છે આદમ? ભલે! દુ:ખ નથી-દિલગીર છું – શેખાદમ આબુવાલા

ખાળ તારી આંખડીના નીરને

Posted on May 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

ખાળ તારી આંખડીના નીરને સંકટોમાં આ ન છાજે વીરને; એને ઠોકર મારીને રસ્તે લગાવ, ક્યાં સુધી પંપાળશે તકદીરને ? – શેખાદમ આબુવાલા

સંકલ્પ વિના એ શક્ય નથી

Posted on May 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

સંકલ્પ  વિના એ શક્ય નથી તું   રોક નયનના આંસુ મથી તું  હાથની   મુઠ્ઠી  વાળી  જો રેખાઓ બધી બદલાઈ  જશે ! – શેખાદમ આબુવાલા