Posts Tagged ‘shekhadam aabuvala’

ચાહું છું મારી જાતને

Posted on July 1st, 2010 by gujaratikavita  |  5 Comments »

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને ફેંકશે પથ્થર તો પોતાનું [...]

પડદો પડી ગયો

Posted on February 18th, 2009 by gujaratikavita  |  2 Comments »

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો -શેખાદમ આબુવાલા

જે સપનું ચાંદનીનું છે

Posted on November 28th, 2008 by gujaratikavita  |  No Comments »

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું હજી આ પાત્ર [...]

તાજમહાલ – શેખાદમ આબુવાલા

Posted on October 17th, 2008 by gujaratikavita  |  3 Comments »

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે – શેખાદમ આબુવાલા

હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું

Posted on October 3rd, 2008 by gujaratikavita  |  3 Comments »

હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું, રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું; દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો, ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું. – શેખાદમ આબુવાલા

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના

Posted on September 17th, 2008 by gujaratikavita  |  1 Comment »

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના, ઊંઘી શકાય ના અને જાગી શકાય ના. એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને, ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના. આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું, હું પાપ પણ કરું અને ભાગી શકાય ના. એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે, એને મળું અને [...]

તું એક ગુલાબી સપનું છે

Posted on August 20th, 2008 by gujaratikavita  |  No Comments »

તું એક ગુલાબી સપનું છે હું એક મજાનીં નીંદર છું. ના વીતે રાત જવાનીની તે માટે હું પણ તત્પર છું. ગોતી જો શકે તો લે ગોતી મોતીના સ્વરૂપે છે જ્યોતિ ઓ હંસ બનીને ઊડનારા હું તારું માનસરોવર છું. શાંત અને ગંભીર ભલે શરમાળ છે મારાં નીર ભલે ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા હું એ જ [...]

ગાંધી

Posted on July 28th, 2008 by gujaratikavita  |  No Comments »

ગાંધી કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.   – શેખાદમ આબુવાલા

થઈ ગઈ

Posted on June 26th, 2008 by gujaratikavita  |  No Comments »

આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ – શેખાદમ આબુવાલા

મોંઘી પડી

Posted on June 18th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્યારની રંગીન લત મોંઘી પડી, આગ સાથેની રમત મોંઘી પડી.. જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,એક આ દીલની લડલ મોંઘી પડી. જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,બુધ્ધીની આ આવડત મોંઘી પડી. બાગમાં આવો,રહો,પણ બે ઘડી,માળીની બસ આ શરત મોંઘી પડી. પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,તારી કીમત ઓ જગત મોંઘી પડી… – શેખાદમ આબુવાલા