Posts Tagged ‘shayarim sher’

પ્રેમ કાજે, પ્રેમ દ્વારા, પ્રેમ કેરા ટાંકણે

Posted on September 17th, 2008 by gujaratikavita  |  2 Comments »

પ્રેમ  કાજે,   પ્રેમ  દ્વારા,   પ્રેમ  કેરા  ટાંકણે, સર્જકે  મુજ  શિલ્પ  કંડાર્યું  જીવનના આંગણે; દિલને ઘડતાં રજ ખરી એનાથી જે કૂંચી બની, કામ   લાગી   જ્ઞાનના   ભંડાર   કેરા  બારણે. – શૂન્ય પાલનપુરી

તે આપણે…

Posted on July 3rd, 2008 by gujaratikavita  |  No Comments »

મીણબત્તીને સૂરજ માની જીવ્યા તે આપણે, ને ફરીથી સ્વર્ણ-મૃગ પાછળ પડ્યા તે આપણે… સાત સાગર પાર જઇને સામે કિનારે ઊતર્યા, ઝાંઝવાના એક બિન્દુમાં ડૂબ્યા તે આપણે. આંખ સામે મોલ સુકાયા, ન આપ્યું બુંદ પણ, ને ‘જટિલ’, રણ-રેતમાં વરસી પડ્યા તે આપણે. – જટિલ