Posts Tagged ‘shayari’

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ

Posted on February 16th, 2010 by gujaratikavita  |  1 Comment »

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ, બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ. કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે, ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ. બની શકે તો એ વસમા દહાડા પાછા દે, ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ. નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ, નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ. [...]

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?

Posted on February 13th, 2010 by gujaratikavita  |  1 Comment »

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ? બંધ અમારા આંસુઓનો રોજ સિફતથી તોડે છે. અણસમજુ માણસ છે, દિલનો કાચ તૂટે ને રોવે છે, ને એક માણસ શાણો છે, શીશાથી પથ્થર ફોડે છે. પંખી-પંખી, કલરવ-કલરવ, ચીસો-ચીસો બીજું શું ? કાંઈ નથી, બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છે. હું ચાહું છું [...]

ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે

Posted on February 10th, 2010 by gujaratikavita  |  1 Comment »

ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે, એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે. તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે, મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે. એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી, મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે. – મુકુલ ચોકસી

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી

Posted on February 3rd, 2010 by gujaratikavita  |  1 Comment »

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી, આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી. ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા? મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી. આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં, આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી. શમણું છે એ કહો છો, તો માની લઇશ હું, મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી. [...]

જાતની સાથે જ સોબત થઇ ગઇ

Posted on February 1st, 2010 by gujaratikavita  |  4 Comments »

જાતની સાથે જ સોબત થઇ ગઇ એકલા રહેવાની આદત થઇ ગઇ એક આંસુ કો’કનું લૂછી દીધું જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ આયના સામે કશા કારણ વગર આજ બસ મારે અદાવત થઇ ગઇ શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે કેવડી મોટી સખાવત થઇ ગઇ એમણે પીડા વિશે પૂછ્યા પછી કેટલી પીડામાં રાહત થઈ ગઈ કાલ [...]

“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ

Posted on January 24th, 2010 by gujaratikavita  |  10 Comments »

“આવ તને મારા દીલની રાણી હું બનાવુ, “બદનામ” કેમ થવાય તને આજ બતાવુ, તારા માટે નાનકડો તાજમહેલ હું બનાવુ, સૌંદર્ય રસ તારો ભરેલી કવિતા હું સંભળાવુ, “બદનામ” કેમ થવાય તને આજ બતાવુ, તારી ઝૂલ્ફોના વાદળમા ખોવાઈ હું જાઉ, તારા ખોળામા માથુ મૂકી સમય વિતાઉ, “બદનામ” કેમ થવાય તને આજ બતાવુ, તારી કાચ જેવી કેડે કંદોરો [...]

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

Posted on January 20th, 2010 by gujaratikavita  |  3 Comments »

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી, અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી. ખામી તમારા રૂપમાં દેખાય છે હવે, પહેલાં હતી જે, એવી અમારી નજર નથી. ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં? આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી! પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું, તે [...]

પાસી જુઓ કૈં ગયું તો નથી ને ?

Posted on January 18th, 2010 by gujaratikavita  |  2 Comments »

પાસી જુઓ કૈં ગયું તો નથી ને ? તપાસી જવાનું રહ્યું તો નથી ને ? ભલે વર્ષ વીતી ગયાં હોય ઝાઝાં, થવાનું હતું તે થયું તો નથી ને ?! મને એમ કે આ બધું છે બરાબર, ભલા, એ જ શંકાભર્યું તો નથી ને ? મને પુર્ણ વીશ્વાસ મારી વ્યથા પર, તમે આંગણે ડગ ભર્યું તો [...]

મૈ શાયર તો નહી…

Posted on January 15th, 2010 by gujaratikavita  |  1 Comment »

વર્ષો વીતી ગયાં છે…

Posted on January 11th, 2010 by gujaratikavita  |  8 Comments »

પીછું અડાડવામાં વર્ષો વીતી ગયાં છે, જંતર જગાડવામાં વર્ષો વીતી ગયાં છે. કિસ્મત હતું હથેળીમાં બંધ એ ખરું પણ, ચપટી વગાડવામાં વર્ષો વીતી ગયાં છે. ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે. તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા, અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે. સદીઓ વહી ગઈ [...]