Posts Tagged ‘shayari’

ખરાં છો તમે

Posted on April 25th, 2010 by gujaratikavita  |  1 Comment »

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે, ફરીથી મનાવું ? ખરાં છો તમે. હજી આવી બેઠાં ને ઊભાં થયાં ? અમારાથી આવું ? ખરાં છો તમે. ન પૂછો કશુંયે, ન બોલો કશું ! અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે. ન આવો છો મળવા, ન ઘરમાં રહો, અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે. હતી ભાગ્યરેખા ભૂંસાઈ [...]

રસ્તામાં સહજ એ મળે પણ ખરી

Posted on April 13th, 2010 by gujaratikavita  |  No Comments »

રસ્તામાં સહજ એ મળે પણ ખરી પછી એ નજર લ્યો ઢળે પણ ખરી ગમે તે વળાંકે વળે પણ ખરી નદી તો નદી ખળભળે પણ ખરી તમે ખાસ દિલથી કરો યત્ન પણ મહેનત તમારી ફળે પણ ખરી અમસ્તા તમે જીવ બાળો ભલા અહમ્ પોટલી પીગળે પણ ખરી વને જાવ કે કોઇ રણમાં અઝીઝ’ ઇરછા છે ઇરછા [...]

આપનું મુખ જોઇ મનમાં થાય છે

Posted on April 5th, 2010 by admin  |  4 Comments »

આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે. આંખ ખોલું છું તો સપનાં જાય છે. આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે? આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે? લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંયે ફૂલ ક્યાં સંતાય [...]

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે

Posted on April 3rd, 2010 by gujaratikavita  |  1 Comment »

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે; ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે. – ‘શૂન્ય’ પાલનપુરી

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર

Posted on March 26th, 2010 by gujaratikavita  |  No Comments »

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર ! ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર ! તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે, હતો છીછરો હું ન છલક્યો બરાબર ! ઘનશ્યામ ! તેં ગર્જના ખૂબ કીધી, બની મોરલો હું ન ગળક્યો બરાબર ! મિલાવ્યા કર્યા તાર, ઉસ્તાદ, તેં તો, બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર ! અજાણ્યો અને અંધ [...]

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

Posted on March 10th, 2010 by gujaratikavita  |  3 Comments »

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી, અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી. ખામી તમારા રૂપમાં દેખાય છે હવે, પહેલાં હતી જે, એવી અમારી નજર નથી. ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં? આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી! પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું, તે [...]

દ સામે પારથી સંભળાય છે એનો મને

Posted on March 10th, 2010 by gujaratikavita  |  2 Comments »

દ સામે પારથી સંભળાય છે એનો મને, કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં. વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં, કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં. આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે, મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં. એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો, જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં. જાણે જોયો [...]

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું

Posted on February 25th, 2010 by gujaratikavita  |  9 Comments »

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું, કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું. ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું. કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર, પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું. તું દરિયો છે, તો મારું નામ ઝાકળ [...]

એક બિનસરહદી ગઝલ

Posted on February 19th, 2010 by gujaratikavita  |  7 Comments »

सरहद की दोनों ओर चहकता चमन रहे, એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે. બંને તરફના લોક વિચારે બસ આટલું- मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे । सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे, ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે. ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ? [...]

કોનું મકાન છે ?

Posted on February 19th, 2010 by gujaratikavita  |  1 Comment »

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે દીવાનગીએ હદ કરી તારા ગયા પછી પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે. દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે, આવી શકે તો આવ, આ ખાલી મકાન છે. થાશે તકાદો એટલે ખાલી કરી જશું, કીધો છે જેમાં [...]