Posts Tagged ‘shayari’

ધરા સ્વજનસી

Posted on December 24th, 2010 by gujaratikavita  |  No Comments »

છંદ…બસીત (ગઝલ) ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા લાગે ભલી મધુર આ વાતો બધી ગગનની ગમતી મને લીલુડી મારી ધરા સ્વજનસી કેવી રૂડી ખીલતી ઋતુઓ ધરા ચમનથી કેમ તુજને વિસરું જ દુલારી ધરા સ્વજનસી જાણી કથા સ્વર્ગની રૂપલી બધી હરખથી શ્રધ્ધા વિભૂતિ સત જ સુચારી ધરા સ્વજનસી જન્મ ધરી ભોમકા ખીલ્યો થઈ લીલુડો ફૂલો ધરી બનું હું [...]

અજ્ઞાન

Posted on July 26th, 2010 by gujaratikavita  |  5 Comments »

ખૂબ હસે છે લોકો મારા પ્રેમ ના અજ્ઞાન માટે, રડ્યો છું હુ એટલો છે કાફી એમના સ્નાન માટે. મે આપી છે કીંમતી ભેંટો એમની દુકાન માટે, ખુદ ભટકયો છું જીન્દગીભર એક મકાન માટે. જે કદી હતી એક દેવી મારા ઇમાન માટે, ઉઠ્યા તેના જ હાથ મારા ગિરેબાન માટે. તાજો-તખ્તની ઝફા હોય છે સુલ્તાન માટે, “શબ્દ્શ્યામ”ના [...]

“ધુની છુ”

Posted on July 15th, 2010 by admin  |  4 Comments »

હા હું થોડો ધુની છુ, કોઇ મુગ્ધા ની ચુની છુ. ક્યારેક હું લાગણી ઉની છુ, ક્યારેક હું ક્રુર ખુની છુ. —-હા હું થોડો ધુની છુ ઘડીક એકલતા હું સુની છુ, ઘડીક મલક્તો હું મુની છુ. —-હા હું થોડો ધુની છુ લહેરખી હું ગરમ લૂની છુ, વળી ઠંડી છાવ તરૂની છુ. —-હા હું થોડો ધુની છુ [...]

ચાહું છું મારી જાતને

Posted on July 1st, 2010 by gujaratikavita  |  5 Comments »

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને ફેંકશે પથ્થર તો પોતાનું [...]

શોધવા નીકળ્યાં!

Posted on June 27th, 2010 by gujaratikavita  |  4 Comments »

આપણેય સજણ કેવાક ભેરૂ શોધવા નીકળ્યાં, નથી પગભર હજી,એનાં પગેરું શોધવા નીકળ્યાં! લગાડી હળદરી લેપો, ને માંગી ચંદની મહેંકો ધરી મ્હેંદી હથેળી રંગ ગેરૂ શોધવા નીકળ્યાં! પછાડ્યાં ચંદ્ર પર પગલાં,ને ડહોળ્યા કંઈક દરિયાઓ, સહારા શબ્દનાં લઈ મૌન ઘેરું શોધવા નીકળ્યાં! ઉતાર્યાં વસ્ત્ર પહેરી બહુ, લીધી-છોડી કંઈ દીક્ષા, ભર્યા મંદિર મહીં અણજાણ દે્રું શોધવા નીકળ્યાં! હતા [...]

લે!

Posted on June 12th, 2010 by gujaratikavita  |  8 Comments »

આ રહ્યો ભૂતકાળ લે! ગમે તો પંપાળ, લે! ચાવી નથી ઘડીયાળની થીજી ગયો આ કાળ, લે! કરોળિયો સંબંધનો મૂકી ગયો જંજાળ, લે! બર્ફીલા પ્હાડો યાદનાં ભીંજવશે -ઓગાળ, લે! નીકળ્યા ખુદની શોધમાં, મળી ખુદાની ભાળ, લે! -ગુરુદત્ત ઠક્કર.

શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું

Posted on June 7th, 2010 by gujaratikavita  |  1 Comment »

શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું ઘરોબો થઈ ગયો એવો ચકરડામાં ફસાયો છું મૂકી’તી ઢીલ ખાસી તો’યે લાધ્યો હાથ ના છેડો યથાવત એ જ ફીરકામાં વળી પાછો વીંટાયો છું બજવણી થઈ ન’તી આરોપનામાની હજી તો’યે હુકમનામાની ગફલતમાં શૂળી પર હું ચઢાયો છું કહી દે દોષ એમાં કઈ હતો મારો કશો સૃષ્ટા જીવે છે મોજથી કુંતી [...]

હું તારે ઈશારે ચાલું છું

Posted on June 5th, 2010 by gujaratikavita  |  2 Comments »

લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું, જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું. ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં, લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું. ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ, કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું. છે નામનો [...]

આપણા માટે સમજદારી નથી

Posted on May 21st, 2010 by admin  |  3 Comments »

આપણા માટે સમજદારી નથી મારી વાતો સાચી છે, સારી નથી. વાવના એકાંત વચ્ચે કાંકરી, પાણી જેવી સાવ નોધારી નથી. એક બે કિસ્સાથી હું બદનામ છું મારી આખી રાત ગોઝારી નથી. સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના! ઓસના ફૂલોમાં કંપારી નથી. દોડતા શ્વાસો અટકવા જોઇએ મારી ઇચ્છા મારી લાચારી નથી. -ચિનુ મોદી

હો જી

Posted on May 6th, 2010 by gujaratikavita  |  1 Comment »

ક્યાં આરો ઓવારો હો જી ઉતારશું ક્યાં ભારો હો જી થોડી ઠોકર થોડાં ફૂલો સપનાનો અણસારો હો જી પહોંચી જાશો સામે પાળે સ્હેજ તમે જો ધારો હો જી આમ સાચવીને શું કરશું? જળ જેવો જન્મારો હો જી એ કેડીથી ગુમ થવાનું વારા ફરતી વારો હો જી -અઝીઝ ટંકારવી