શેરે બેફામ
જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે, જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે ! ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા, કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી ! અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે, તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી [...]