Posts Tagged ‘shabdshyam’

પ્રેમરત

Posted on August 4th, 2011 by admin  |  20 Comments »

સુરંગ ખોદો કોઇ આકાશ સુધી, મારે તારા તોડી લાવા છે… કેદ કરો કોઇ ચાંદની ને, મારે સપના એના સજાવા છે… જે ના કરમાય કદી પણ, ફુલ એવા ખીલાવા છે… આંગણે આમંત્રો દુનિયા ને કે, મારે ગુણ-ગાન એના ગાવા છે… મુકો મુરત એની મંદીર મા કે, મારે ઇશ્વર ખુદા ભુલાવા છે… – “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત [...]

ૠજુતા

Posted on August 4th, 2011 by admin  |  9 Comments »

રાત દીન ધખુ છું, તેથી કવીતા લખું છું… ત્રાસ જીવનના સહુ છું, અને પ્રાસ નવા રચું છું… ઊંડી ખાઇ મા પડુ છું, ઊડાણપુર્વક લખું છું… અડ્ધુ પેટ જમું છું, સર્જન ભરપેટ કરું છું… અંધારા આંખે ભરું છું, કલ્પના રંગીન કરું છું… ચૌધાર આશું રડું છું, ભીનાશ એમા ભરું છું… પૈસા બે-ચાર રળુ છું, શબ્દ્થી લીલા [...]

એ અને હું

Posted on August 4th, 2011 by admin  |  12 Comments »

મારી કવીતા એજ મારું કથન છે, મારી તો ચાદર જ મારું કફન છે…. લોકો મુજબ મારું ખરાબ ચાલ-ચલન છે, આ બદનામ પણ કોઇકની આંખનું રતન છે… રાહ મારી જોવા એના ક્યાં તરસ્યા નયન છે? જીવનભર એની યાદો નું મે કર્યું જતન છે… એમના આંગણે ખુશીઓ નું ખીલતું ચમન છે, મને તો કરે ભાગ્ય દુર થી [...]

રૂપ

Posted on July 16th, 2011 by admin  |  5 Comments »

તારા હોઠો ની મધુરાશ, મારી દુર કરે અધુરાશ… તારી ચાલમાં એવો પ્રાસ, જાણે શ્યામ-ગોપી નો રાસ… તારી નાક્લડી ની ત્રાંસ, જોવા વાળા લપસે ખાસ… તારી આંખો નો ઉજાસ, હૈયા ને કરાવે હાશ… રૂપ તારું તાજી-મોળી છાશ, તુ નિર્મળ ઝરણાંનો આભાસ… -”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

મ્રુત્યુ-વિરહ

Posted on July 16th, 2011 by admin  |  4 Comments »

ઘણાં વખતથી મળ્યું નથી, મૌત મારુ કેવું હશે… ઘડીક નીરાંતે સુતુ હશે, કે જીવતર મારુ લેવું હશે… અંધારા મા છુપું હશે, કે છડેચોક આવતું હશે… કરતું કોઇનું કતલ હશે, કે શ્વાસ મારા ગણતું હશે… -”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

કવીતા ચિત્રણ

Posted on July 16th, 2011 by admin  |  No Comments »

મેઘ વરસે અનરાધાર, કવીતા લખાય અનાયાસ… થોડી ઇચ્છા અને પ્રયાસ, શબ્દો નો રેલાય ઉજાસ… જેટ્લું નિર્મળ ચીત્તાકાશ, તેટલી તેમા વધુ મીઠાશ… તેમાં કુંવારિકાશી નમણાશ, ચંદનની તેમા સુવાસ… ક્યારેક મેલો-ઘેલો ભાસ, ક્યારેક જાણેકે કૈલાશ… હૈયા ને કરાવતી હાશ, ઘડીક્મા ભડકાવતી પ્યાસ… -”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

મેઘવર્ણનમ્

Posted on July 16th, 2011 by admin  |  3 Comments »

મેઘ સ્મરામિ, ઇન્દ્રમ્ નમામી… શાતા દદાતી… શલીલં પ્રપાતી… વર્ષીતમ્ વારિ, હર્ષીતમ્ નર-નારી… સ્વાગતમ્ અપી, મેઘ સવારી… -”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

નથી હોતી

Posted on July 16th, 2011 by admin  |  8 Comments »

સમાન ભાવે વિનાશ કરે છે, જળ ને કોઇ રાશી નથી હોતી… વર્ષો સુધી અસર કરે છે, દુવા કદી વાસી નથી હોતી… છુટ્ટા હાથે દાન કરે છે, ફકીરને કદી ઐયાશી નથી હોતી… સદાય જે હસ્યા કરે છે, તે આંખો નીરની પ્યાસી નથી હોતી… જેના આંગણે રોજ મરણ છે, તે સ્મશાન ને કદી ઉદાસી નથી હોતી… -”શબ્દ્શ્યામ”-આશિષ [...]

શબ્દો સરેઆમ

Posted on January 4th, 2011 by gujaratikavita  |  2 Comments »

(1) “અરમાનો ના ઢેર ના ઢેર અને અમે રહેતા ઠેર ના ઠેર, સમ્બન્ધો વરસાવે કહેર અમે જાણી પીધા ઝેર ના ઝેર…” (2) “કોને ગરજ છે શ્વાસ ની, આતો વાત છે પ્રભુમા વિશ્વાસ ની…” (3) “નથી કોઇ આરમાન જે બેદાગ રહ્યા, અમને તો નથી કોઇએ પોતાના કહ્યા, જીન્દગીભર સામા પ્રવાહે તરતા રહ્યા, તોય મંઝીલથી તો અમે [...]

મોહ-જાલ

Posted on December 16th, 2010 by gujaratikavita  |  No Comments »

તારા મારા વચ્ચે ક્યાં કોઇ દીવાલ છે, બસ અમુક વણઉકેલ્યા માત્ર સવાલ છે, કોઇ હકિકત મુજથી તેં છે છુપાવી, એવો મારો ખયાલ છે, પુરાવા સ્વરૂપ તે હકીકત પરથી, મળ્યો તારો રૂમાલ છે, ક્યારેક મુંઝાઉ છું કે સાચો છે પ્રેમ તારો, કે પછી મોહ-જાલ છે, હું તો તારી આંખોના નશા મા ડુબ્યો છુ, મરજીવા ના જુઓ [...]