Posts Tagged ‘sayari’

વીસરાઈ ગઈ

Posted on May 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ ! -ઓજસ પાલનપુરી

એમની આંખમાં મઢેલું છે

Posted on May 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

એમની આંખમાં મઢેલું છે એક સપનું મને જડેલું છે. આમ દેખાય છે સાવ સીધું મન છેક ઊંડે જુઓ, વળેલું છે. બંધ આંખોમાં બે સૂરજ જેવું એક આખું જગત ભરેલું છે. થરથરે છે બિચારું સુખ એનું જોઈને મારું મન ડરેલું છે. દોડશે હું ને મારો પડછાયો એ જ જોવાનું, કોણ પહેલું છે. -મનહર મોદી