Posts Tagged ‘sayari’

નથી હોતા

Posted on July 8th, 2008 by gujaratikavita  |  No Comments »

મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા, અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા, મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની, બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા……………… – ગની

કોણ માનશે?

Posted on June 25th, 2008 by gujaratikavita  |  No Comments »

આશાનો એ મિનાર હતો કોણ માનશે? ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે? વેરી અમારો પ્યાર હતો કોણ માનશે? હૈયાના આર પાર હતો કોણ માનશે? ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના, માળીજ તોડનાર હતો કોણ માનશે? પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી, એ દીપ તળે અન્ધાર હતો કોણ માનશે? કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ, [...]

શેરો – શાયરી

Posted on June 19th, 2008 by gujaratikavita  |  4 Comments »

જીનકી તમન્ના દીલ મે થી, જુદાઈ અબ હમ ઉનકી સહતે હૈ, ફુરસત્ નહિ ઉન્હે હમસે બાત કરને કી, ઇસ લીયે હમ હર વખ્ત ખામોસ સે રહતે હૈ… ગમ મે હસને વાલો કો કભી રુલાયા નહી જાતા, લહેરો સે પાની કો હટાયા નહી જાતા, હોને વાલે હો જાતે હૈ ખુદ હી દીલ સે અપને, કીસી કો [...]

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો

Posted on June 13th, 2008 by gujaratikavita  |  No Comments »

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવના થઈ શક્યો તો… એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો…. વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. માનવના થઈ [...]

તારી પાસે રામ છે

Posted on June 10th, 2008 by gujaratikavita  |  No Comments »

તારી પાસે રામ છે મારી પાસે જામ છે અર્થ શો વિખવાદનો બેઉને આરામ છે ! – શેખાદમ આબુવાલા

પ્રેમ મા પડશો નહી

Posted on June 3rd, 2008 by gujaratikavita  |  4 Comments »

બધે જ પડજો પણ પ્રેમ મા પડશો નહી, ને જો પડો તો પછી રોડણાં રડશો નહી. પ્રેમ જેવુ કઈ નથી, છે આ બધા લાગણીવેડા, ઇશ્કની ગજ્ઞલનાં રવાડે ચડશો નહી. પ્રેમિકા સુખેથી ખાતી હશે ગાજર નો હલ્વો, ને તમે વીરહ્મા ભુખે મરતા હશો. કામ કઢાવવાના નુશ્ખાં ગણા હોય છે, દરેક મિઠા સ્મિત ને પ્રેમ ગણશો નહી, [...]

શેરે બેફામ

Posted on June 2nd, 2008 by gujaratikavita  |  No Comments »

જિંદગીને   મોતનો   જો ભેદ  ના રાખો તમે, જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે ! ફક્ત જીતવી  નથી  મારે તો  રચવી છે   નવી  દુનિયા, કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી ! અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે, તમાચાની  નિશાની   કાંઈ   લાલી  થઈ નથી શકતી [...]

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ

Posted on May 27th, 2008 by gujaratikavita  |  No Comments »

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’ હજી પણ રગેરગમાં સરકે છે કોઇ -‘ઘાયલ’

ચીસ આંખોમાં સળવળી તો હશે

Posted on May 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

વાત મારી નીકળી તો હશે, સાંભળી પાંપણો ઢળી તો હશે, મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’ ચીસ આંખોમાં સળવળી તો હશે. -’ઘાયલ’

પગલાં પડ્યાં નહીં

Posted on May 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં, તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં. -’બેફામ’