Posts Tagged ‘sahar’

અર્થ ના સૌ ખ્યાલ ઓઢીને ફર્યો

Posted on June 29th, 2009 by admin  |  No Comments »

અર્થ ના સૌ ખ્યાલ ઓઢીને ફર્યો શબ્દ બેમિસાલ ઓઢીને ફર્યો થૈ ગયો છું ન્યાલ ઓઢીને ફર્યો હું ગઝલની શાલ ઓઢીને ફર્યો ખેસ ગાલિબનો વિંટાળ્યો મેં કદી તો કદી ઇકબાલ ઓઢીને ફર્યો યાદને કયારેયના ભૂલી શક્યો કેં સદા ગઈકાલ ઓઢીને ફર્યો સૌ દગાબાજી સતત કરતા રહ્યા લોક માટે વ્હાલ ઓઢીને ફર્યો – નયન દેસાઈ