Posts Tagged ‘ramesh patel’

વાહરે વાદળીઓ

Posted on May 20th, 2009 by admin  |  1 Comment »

વાહરે વાદળીઓ રોષે રમે દાદા સૂરજ ગગન ઉના તે વાયરે શેકાયા તન તપી રે ધરતીને તપ્પા તરુવર કરમાયા કામણ ને રુએ સરોવર દૂરદૂર વ્યોમે વીચરે વાદળી ભલી વીચારે ભેગા મળી ઢાંકીએ ધરતી કાળિ ભમ્મર વાદળીઓ થઈ રે ડુંગર દિધો પડછાયો પાથરી ગગને ચાદર દઈને છત્તર વરસ્યો અંતરનો સ્નેહ અમીરસ સીંચીં મલકે આભલેથી મેહ વાહરે વાદળીઓ [...]

ધરમ

Posted on May 11th, 2009 by admin  |  2 Comments »

તારો ધરમ મારો ધરમ, ધરમની વાતો કરી છોડો ધરમ, મનમાં હીંસા, નયનમાં દ્વેશ કરુણા વગરનો કેવો ધરમ. ઉરમાં ના લાગણી, લોભની છે માગણી સ્વાર્થની રમણતામાં કેમ પામો ધરમ, અપકાર કરતાં ના ખટકે દિલડાં , તો ધરમ નો શો જાણ્યો મરમ. વતનની શાખ, જનેતાની લાજ, શીર સાટે તોલે એજ સાચો ધરમ, ત્યાગની મહત્તા, તપની સાધના, જીંદગીમાં [...]

પ્રેમની પથારીએ પોઢી

Posted on May 11th, 2009 by admin  |  2 Comments »

પ્રેમની પથારીએ પોઢી આઠે પહોર સખી સપનાં રે આવે પ્રેમની પથારીએ પોઢી બંધ નયનોમાં રમાડી રુપલી ચાંદની પૂનમની ભરતી પખાળી ગગને ઘૂમું હું સ્વપ્ન પરી થઈ તારાએ દિલડાં શણગારી પહાડોની કંદરામાં પાડું રે પડઘા મોરને વનરાજી એ નચાવું સખી આજ હું પ્રેમની પથારીએ પોઢી ગીત સંગીતની છેડી સરગમ સૂરાવલી વાદળની ડુંગરીએ નાચી પુષ્પ પતંગિયું થઈ [...]

ભલે ભલો

Posted on May 9th, 2009 by admin  |  1 Comment »

ભલે બ્રહ્માંડે ખપતો પ્રખર ઝગમગતો સૂરજ લાગે ભલો સ્વજન આ દિપક અજવાળતો ઘરખૂણો ભલે વિહરે આભે મોટા થવા ગરજતા વાદળો લાગે ભલા ધરણીને મેઘ વરસતા ઘર આંગણે ભલે પૂંજાય ઘૂઘવતી સરીતા કરતી લીલાછમ ખેતરો લાગે ભલું નાનકું ઝરણું જીવન મલકાવતું ડુંગરે ભલે સૌંદર્યથી મઢે મલકાતા પુષ્પો જગને ઉપવને લાગે ભલી સૌને પ્રભુ ચરણે રમતી શ્રધ્ધા [...]

હું માનવને ખોળું

Posted on May 8th, 2009 by admin  |  2 Comments »

એક દિન અચાનક ભગવાન આવી ઊભા રે સામે પૂછે મુજને શું શોધે ‘આકાશદીપ’ તું અંધારે દીવો પ્રગટાવી અહોભાવે બોલ્યો ભાવ ધરીને વિશાળ જગે શોધવા નીકળ્યો હું માનવને હસી બોલ્યા ભગવાન અચરજથી, અલ્યા માણસનું કીડિયારું તારી સંગે ભાળું શાને પાછો લળી લળી કહે હું માનવને ખોળું? ભલા ભગવાન, તમે કારોબાર કરો વિરાટ વ્યોમેથી દૂરદૂર રહી સાચી [...]

શોધવા છે બાપુ

Posted on April 30th, 2009 by admin  |  2 Comments »

આજે હિંસક માર્ગે આગળ વધી રહેલી દુનિયાને, અને મૂલ્યહીન બનતી પ્રજાને જોઈને દિલ એક બીજા ગાંધી બાપુની જરુરીઆત મહેસૂસ કરવા લાગ્યું અને અંતરે અવાજ પ્રગટ્યો. શોધવા છે બાપુ ભૂલ્યા છે પથ આ ધરતીના છોરું ખુદ માનવીએ માર્યુ માનવતાને તાળું પ્રગટાવવા દિલડામાં દયાનું મોજું મારે શોધવા છે બીજા એક બાપુ ધર્મને સંકુચિત કરી સપડાયો માનવી ભાવનાની [...]

પહેલી મે

Posted on April 30th, 2009 by admin  |  2 Comments »

દે એક રવિ આશીષ આકાશે રવિ બીજા મૂક સેવકની શાખે પહેલી મે એ પ્રગટ્યા દીપ ધરાએ રાજ ગુજરાતનું ઝગમગ્યં આજે મહા ગુજરાતના ઓ વીર લડવૈયા ક્રાન્તીવીર ગુર્જર અસ્મિતાના રખવૈયા ઑગષ્ટ માસે ઈન્દુલાલ ગરજતા યાદ કરી નમીએ ,સૌ સંતાન સવૈયા અમે તારા સાવજ સંતાનો સાત સમંદર ઘૂમતા રહેતા વાદળ જેમ નીત ઉપર ઉઠતા સદા સઘળે વરસતા [...]

મેળો

Posted on April 27th, 2009 by admin  |  2 Comments »

મેળો એટલે ભારતની સંસ્કુતિનું ઉત્તમ નઝરાણું. જીવનનો ઉલ્લાસ પ્રકૃતિ સંગ ઝૂમી ઉઠે. નદી મંદિર ડુંગર તળેટી ,આવોને હાળી નીકળીએ…મેળે —————– સૂરના સંગાથે સંગીતના તાલે, વરસે છે વ્યોમેથી વ્હાલ આવોને મેળે મહાલીએ સહિયરો, મલકે છે આભલે ચાંદ આભની અટારીએ દોડે રે વાદળી, સંદેશા સાંભળે સાજન આવોને સખીઓ ખોલીએ,આજે અંતરના ઓરડાની યાદ ભાતીગળ ચૂંદડી છેલ છોગાળા,ધબકે છે [...]

આભલું નીરાળું

Posted on April 24th, 2009 by admin  |  2 Comments »

નથી ઘૂંઘટ કે લાગે શર્માળું કે તોય મારું આભલું કેટલું રુપાળું નથી ફૂલડું કે રેશમ રુપાળું ને તોય એતો નમણું ને લાગે નીરાળું નથી મુગટ કે કુંડલ ખન-ઝાંઝરું તોય રાધાના કાન જેવું સાંવરું ઉડે પંખી શાં મસ્ત એને ખોળલે ધરે મેઘ સપ્તરંગો એને કોટડે ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી વ્યોમ હાટડે વ્હેંચાયા રે આનંદજી એતો [...]

આવી મળે

Posted on April 22nd, 2009 by admin  |  1 Comment »

એકલાને એકલાથી કંઈ ના વળે ભળે સૂરમાં સંગીત તો રંગતો આવી મળે સ્નીગ્ધ ધારા સમર્પણે વાટને સિંચ્યા કરે પ્રગટે જ્યોત ને પુનિત અજવાળાં આવી મળે મીઠડાં જળ ધરાએ અંકુરને હૂંફથી પોષ્યા કરે વનરાજીને ખોળે વિહંગોના કલરવ આવી મળે સજી શણગાર સુમન જો મનભરી મ્હેંકી ઊઠે વસંતના વહાલ આંગણે અનંગ સંગ આવી મળે કિરણના સપ્ત સંદેશ [...]