તું વહે વંશીને સૂર આ જ્યારથી
તું વહે વંશીને સૂર આ જ્યારથી, આળખું હું તને ગઝલ-આકારથી. આવ સામે હવે તું મને ભેટવા, ડગ ન એકે ભરું હું હવે દ્વારથી. પોત પાંખું થતાં જ્યોત ઝળહળ થઈ, પાર પણ પરવર્યું પારના પારથી. લક્ષવિણ લક્ષવિધ મોજ આ ઊછળે, ધાર જુદી ક્યહાં આદ્ય આધારથી. લૂમઝૂમે લચી લીધ ઝૂલી નર્યું, ડાળ ખરતી અહો, ડાળના ભારથી ! [...]