Posts Tagged ‘poems’

બચાવ

Posted on December 13th, 2010 by admin  |  No Comments »

આ ઉઝરડાતી જતી ક્ષણને બચાવ રાતભર બળબળતી પાંપણને બચાવ તોડી નાખે આ સમય દુશ્મન બની તે પહેલાં આવ; વળગણને બચાવ માર્ગમાંથી કોઈ ભૂંસી દે કદાચ એક પગલાં પરની રજકણને બચાવ કેટલાં વર્ષોથી રાખ્યો સાચવી- એક ચ્હેરો; એક દર્પણને બચાવ જીવવું મુશ્કેલ છે એના વગર શબ્દ, સ્પંદન, પ્રેમ – એ ત્રણને બચાવ – દિલીપ મોદી

અંધારું અને પ્રેમ

Posted on November 10th, 2010 by admin  |  No Comments »

હું અંધારાના પ્રેમમાં છું, આ વાતની જ્યારે મને જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કહેવો હોય તો એને પ્રથમ દષ્ટિનો પ્રેમ કહી શકાય. મારી બાએ રૂની વાટથી પાડેલી મેશનું મને પ્રથમ આંજણ કર્યું ત્યારે એની શરૂઆત થઈ. કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે મારો અંધારા સાથેનો પ્રેમ આગળ વધ્યો. બચપણમાં પાછળથી આવી મારા [...]

હું એટલે અત્યારે….

Posted on October 20th, 2010 by admin  |  No Comments »

અગાશીના લંબચોરસ બાંકડે બેસી બાજુમાં ઊભેલી નાળિયેરીની ખરબચડી ગલીપચી અનુભવતો….. અમસ્તા અમસ્તા ઉભડક ઊગેલાં જાંબલી ફૂલોના ખભે માથું ટેકવી ઊંઘણશી આકાશને આત્મસાત કરતો…. દૂરદૂરના દોડાદોડ કરતા એકમેકને ખંજવાળતાં મકાનોની રમઝટ સૂંઘતો… હાંફળા-ફાંફળા પગ પાસે ઢગલો થઈ પડેલા પડછાયાઓના હોંકારા-પડકારાઓ સાંભળતો… લટાર મારવા નીકળેલા પવનમાં આંખો ઝબોળી…. ભીનાં ટપ ટપ થતાં દશ્યોમાં અનેકાનેક સદીઓના ધબકારા કંડારતો….. [...]

બનાવ્યા છે

Posted on October 20th, 2010 by admin  |  No Comments »

તેં ફક્ત આંસુઓ સારી મને બતાવ્યાં છે, અમે તો જળનાં ય શિલ્પો ઘણાં બનાવ્યાં છે. ઘણી વખત તો અનાયાસે શબ્દો આપ્યા છે, કદી ઉજાગરા ગઝલે મને કરાવ્યા છે. હસી, મજાક તને ખૂબ આવડે છે દોસ્ત, ઉદાસી, શોકના ઉત્સવ તેં ક્યાં મનાવ્યા છે. કદીક જાતથી પડછાયો થાય છે આગળ, જરૂર હવાએ જ રસ્તો ગલી બતાવ્યાં છે. [...]

ઓછા પડ્યા !

Posted on October 20th, 2010 by admin  |  No Comments »

ભારે સખત પહેરા અને એ જાપતા ઓછા પડ્યા સરકી ગયું પંખી પલકમાં ફાંસલા ઓછા પડ્યા રાખી ન’તી સહેજે કસર બરબાદ કરવામાં મને પણ એમના એ છળ-કપટના ત્રાગડા ઓછા પડ્યા ખુલ્લી પડી ગઈ વાત એનાં નેણના અણસારથી ધારણ કર્યા’તા મૌનના એ અંચળા ઓછા પડ્યા સમજ્યા નહિ એ વાત મારી, દોષ એ મારો જ છે આપ્યા હતા [...]

કેટલાય વર્ષો તું

Posted on October 20th, 2010 by admin  |  No Comments »

કેટલાય વર્ષો તું હમસફર રહી મારી તાત, માત, ભ્રાત, સખી બનીને સાથે સાવ લગોલગ રહી… આવ અડોઅડ ચાલી જીવતરના વિષ તે પીધા અમને તો અમરત પાયા ધગધગતા તાપ સામે તું પથરાઈ થઈ છાયા કવચ થઈ-લપેટાઈ મા… અવનવા રૂપ તારાં જોયાં છતાં ન પરખાયા લાગે છે બાળક માટે તું જ ધરતીનો દેવ બાળક માટે જ તું [...]

ઊઘડતી દિશાઓ

Posted on October 19th, 2010 by admin  |  No Comments »

[1] નિ:શેષ કહેલા શબ્દને સીમા હોય છે કાળની ને અર્થની, ભાષા અને સમજની, કહેનાર ને સાંભળનારની તૈયારીની. ન કહેલું તો અસીમ, અનંત, મુક્ત…. દષ્ટિ, ક્યાંક તો અટકે બંધ આંખોની ગતિ તો અનવરુદ્ધ સ્થળ અને સમયની તમામ મર્યાદાઓથી મુક્ત. અજવાળાને ક્યાંક તો હદ હોય, આકારનું બંધન હોય, અંધારું તો અનહદ, નિરાકાર, જાણે અનાદિ, અનંત, અછેદ, અખંડ, [...]

પાંચ લઘુકાવ્યો

Posted on October 19th, 2010 by admin  |  1 Comment »

[1] પછી હું લખતો ગયો કોરી પાટીમાં. બધું જ લખાતું-અંકાતું ગયું, મારી ભીતર; ને પાટી તો કોરીકટ ! [2] મોતી શોધવા હું સમુદ્રમાં ડૂબકી મારું તે પહેલાં તો આખોયે સમુદ્ર બની ગયો અચાનક એક નાનકડું મોતી ! [3] પછી મેં ફૂંક મારી. દીવો તો હોલવાયો નહીં, રાત હોલવાઈ ગઈ ! [4] પછી મેં ઝંપલાવ્યું વહેતી [...]

હું નદી….

Posted on October 19th, 2010 by admin  |  No Comments »

હું નદી, પર્વતમાંથી નીકળી, હસતી રમતી કૂદતી વહી, ઊંચાઈનો મોહ ત્યજી ધરતી પર દોડી, પ્રેમની પુકાર સાંભળી અજાણતા જ એ દિશામાં ખેંચાઈ, પગલે પગલે નિશાની શોધતી ચાલી, વ્યગ્રતા છોડી શાંત બની, આખરે મંઝીલ મળી, સાગર, તું. – અંકિતા જાસાણી

છુટકારો

Posted on October 19th, 2010 by admin  |  No Comments »

દુનિયામાં વસતા લોકોમાં નથી મળતા બધા શાહુકારો. સહન નથી થતો હવે મારાથી આ સંબંધોનો મોટો દેકારો. મારા સર્વ નિકટતમોએ આપી દીધો છે મને જાકરો. મારા જીવવા માટે હવે નથી રહ્યો તારો સથવારો. નહીં ઝીરવી શકું હું હવે આ કુદરતના પડકારો. રાહ જોઉં છું હું કે ક્યારે મળશે તારું નામ લેતાં લેતાં મને છુટકારો !! – [...]