કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે
કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે; ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે. – ‘શૂન્ય’ પાલનપુરી
કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે; ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે. – ‘શૂન્ય’ પાલનપુરી
એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ કાગથી [...]
જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય; આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય. તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું; જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય. -અમૃત “ઘાયલ”. ________________________________________________ આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી, એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા [...]