ભોગીકાકાનું ક્રિકેટ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ આજે પહેલી મારું ફોર કહીને કાકા કાઢે જોર બેટ ફેરવે ચારે કોર ભારે ચાલી શોરબકોર વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ફાસ્ટ બોલથી લાગે કંપ શ્વાસ તો જાણે ચાલે પંપ બોલ પડ્યો કે માર્યો જંપ કાકાએ તો તોડ્યો સ્ટંપ વાંકીચૂંકી પહેરી [...]