એકાદ એવી યાદ તો છોડી જવી હતી
એકાદ એવી યાદ તો છોડી જવી હતી છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી – કૈલાસ પંડિત
એકાદ એવી યાદ તો છોડી જવી હતી છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી – કૈલાસ પંડિત
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે – સૈફ પાલનપુરી
પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી છતાં મારા જીવનનું આજ ‘આસિમ’ વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ? – આસિમ રાંદેરી હજી આંખમાં જાણે ફરકે છે કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’ હજી પણ રગેરગમાં સરકે છે કોઇ નિહાળી નેત્ર કોઇના એ [...]