Posts Tagged ‘mustak’

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ

Posted on July 13th, 2010 by admin  |  No Comments »

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ ચાલ તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ -હોશ

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે

Posted on March 17th, 2010 by gujaratikavita  |  2 Comments »

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે તરણું ઊખડી જાય તો કે’જે મને જિંદગી તારાથી હું થાક્યો નથી તું જો થાકી જાય તો કે’જે મને – ખલીલ ધનતેજવી

ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

Posted on March 6th, 2009 by gujaratikavita  |  1 Comment »

દર્દને ગાયા વિના રોયા કરો જિંદગી માણ્યા વિના ખોયા કરો બીક લાગે કંટકોની જો સતત ફૂલને ચૂંથો નહીં, જોયા કરો – કૈલાસ પંડિત

ચાંદનીની રાહ એ જોતું નથી

Posted on March 6th, 2009 by gujaratikavita  |  No Comments »

ચાંદનીની રાહ એ જોતું નથી આંગણું એકાંતને રોતું નથી રાત પાસે આગિયા પણ હોય છે એકલું અંધારું કાંઈ હોતું નથી – કૈલાસ પંડિત

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા?

Posted on November 18th, 2008 by gujaratikavita  |  No Comments »

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ? હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા – સતીષ ‘નકાબ’

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે

Posted on November 18th, 2008 by gujaratikavita  |  No Comments »

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે માળાની ઝંખના નથી મારા વિહંગને મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે – કરસનદાસ લુહાર

મુક્તકો

Posted on September 19th, 2008 by gujaratikavita  |  2 Comments »

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી છતાં મારા જીવનનું આજ ‘આસિમ’ વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ? – આસિમ રાંદેરી હજી આંખમાં જાણે ફરકે છે કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’ હજી પણ રગેરગમાં સરકે છે કોઇ નિહાળી નેત્ર કોઇના એ [...]

જે વહે છે એ બધું લોહી હશે

Posted on September 9th, 2008 by gujaratikavita  |  No Comments »

એટલે તો વેલ પણ મોહી હશે વાડ કાંટાથી પછી સોહી હશે આ બધું નસમાં નદીમાં નાવમાં જે વહે છે એ બધું લોહી હશે. – નીતિન વડગામા

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?

Posted on September 9th, 2008 by gujaratikavita  |  No Comments »

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ? ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ? આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી માણસના નખ વધીને ખીલા થતા જશે ? – વિનોદ ગાંધી

શેર અને મુક્તક

Posted on September 5th, 2008 by gujaratikavita  |  3 Comments »

હું તને કાગળ લખું છું, Mail તો કરતો નથી બસ એટલા માટે, લાગણી Attach કરવાનો નથી option કોઈ બસ એટલા માટે. શબ્દ જેવી સરળતાથી હાથતાળી દઈ ગયો, દોસ્ત એવી સહજતાથી હાથતાળી દઈ ગયો. એક કિસ્સો સાચવી રાખ્યો હતો વર્ષો સુધી, ટોચ ઉપર એ સફળતાથી હાથતાળી દઈ ગયો. તેં મને જે પણ લખ્યા’તા એ બધા કાગળના [...]