કોને મળું ?
ભીડના દરબારમાં કોને મળું ? રેતની વણઝારમાં કોને મળું ? લોક કિનારા ઉપર મળતાં ડરે, હું હવે મઝધારમાં કોને મળું ? મૌનના હોઠો તણી ઝુંબિશ લઈ, શબ્દની જંજાળમાં કોને મળું ? અજનબી થઈને મળે મિત્રો બધા, ખોખરા સંસારમાં કોને મળું ? સાથમાં વર્ષો રહ્યાં પણ ના મળ્યાં, હું હવે પળવારમાં કોને મળું ? કોઈ મળતું [...]