Posts Tagged ‘miskrin’

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ

Posted on May 8th, 2010 by admin  |  5 Comments »

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ, બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ. ઘણાય લાગણી ઉઘરાવતા ફરે કાયમ, સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ. કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું, બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ. ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ, સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ. ઉદાસ ડાળ પછી સાંજ લગી [...]

શ્વાસ ખખડે છે અને વાગે છે

Posted on February 25th, 2010 by gujaratikavita  |  2 Comments »

શ્વાસ ખખડે છે અને વાગે છે, સાવ ખાલી ઘડો આ લાગે છે. કોણ તારા વિશે ગઝલ લખવા- આમ મારામાં રોજ જાગે છે ? ઓણ ચોમાસું ઝટ ગયું બેસી, ને બધાં સ્વપ્ન તો નિભાડે છે. એક વેળા ફૂટી જઈ માણસ, જિંદગીભર કરચ ઉપાડે છે. ટેવવશ સાવ કાચા નખ જેવી- રોજ મિસ્કીન રાત કાપે છે. – રાજેશ [...]

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ

Posted on February 16th, 2010 by gujaratikavita  |  1 Comment »

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ, બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ. કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે, ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ. બની શકે તો એ વસમા દહાડા પાછા દે, ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ. નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ, નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ. [...]

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ

Posted on November 3rd, 2009 by admin  |  No Comments »

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ, બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ. કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે, ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ. બની શકે તો એ વસમા દહાડા પાછા દે, ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ. નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ, નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ. [...]

પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું

Posted on October 20th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું, દેહની આ દીવીમાં આમ જાત બાળું છું. વ્યર્થ બધું ભુલાતું એ જ બળ બની જાતું, ચોતરફ ભટકતું મન ભીતરે જ્યાં વાળું છું. કોઈ વહે છે ખળખળ વીંટળાઈને હરપળ, લોક એમ માને છે પાંપણો પલાળું છું. શ્વાસ જે હતો ભીતર શબ્દ થઈ ગયો બાહર, એક નરી ઝંઝાને લો ગઝલમાં ઢાળું [...]

થોડોય પરિચય નથી છતાં સંબંધ છે

Posted on August 21st, 2008 by gujaratikavita  |  No Comments »

થોડોય પરિચય નથી છતાં સંબંધ છે, લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે. કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં, વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે. છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં, અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે. ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા, જોયું’તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે. જેના હતા અમે એ [...]