Posts Tagged ‘mariz’

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો

Posted on June 4th, 2008 by gujaratikavita  |  3 Comments »

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં, મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા, દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ? એ ખુશનસીબ [...]

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે

Posted on June 2nd, 2008 by gujaratikavita  |  No Comments »

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, [...]

દુર્દશાનો એટલો આભાર હોય છે

Posted on May 26th, 2008 by gujaratikavita  |  No Comments »

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું ! તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી [...]

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,

Posted on May 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે, જે કંઈ તું આપશે સનાતન બની જશે. તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા ! મારું છે એવું કોણ કે બંધન બની જશે. આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’, શંકા વધી જશે તો સમર્થન બની જશે. [...]

ગઝલ – દર્દ અને દવા

Posted on April 29th, 2008 by gujaratikavita  |  3 Comments »

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, શું એમ કોઈનાય માર્યા મરી જવાના ! -અમૃત ‘ઘાયલ’ પીડા મહીં પણ એમ હસું છું, જાણે ગયો છે રોગ સમૂળ. -અમૃત ‘ઘાયલ’ કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે, વેદજૂની વેદનાની વાણ છું. -અમૃત ‘ઘાયલ’ આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું, ઉપરથી મજા એ કે મને એની દવા યાદ. [...]