કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે. ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા, સાચો વિરહ છે એ જે રડાવી નહીં [...]