Posts Tagged ‘mariz’

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

Posted on March 10th, 2010 by gujaratikavita  |  3 Comments »

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી, અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી. ખામી તમારા રૂપમાં દેખાય છે હવે, પહેલાં હતી જે, એવી અમારી નજર નથી. ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં? આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી! પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું, તે [...]

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

Posted on January 20th, 2010 by gujaratikavita  |  3 Comments »

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી, અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી. ખામી તમારા રૂપમાં દેખાય છે હવે, પહેલાં હતી જે, એવી અમારી નજર નથી. ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં? આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી! પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું, તે [...]

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે

Posted on December 28th, 2009 by gujaratikavita  |  4 Comments »

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, [...]

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે

Posted on May 4th, 2009 by admin  |  1 Comment »

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે ! કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’, પોતે ન દે, બીજાની કને માગવા ન દે ! -’મરીઝ’

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

Posted on December 5th, 2008 by gujaratikavita  |  1 Comment »

બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, જીવનના દર્દની તો કોઈ સારવાર દે. ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું, એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. પીઠામાં [...]

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ

Posted on December 5th, 2008 by gujaratikavita  |  1 Comment »

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ, મેં મુસીબતમાં મદદ માંગી નહીં. ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું, તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ. હમદર્દ બની જાય, જરા સાથમાં આવે, આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’, મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત. __ મરીઝ

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો

Posted on October 15th, 2008 by gujaratikavita  |  No Comments »

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો; ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો. ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને, કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો. ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર, કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો. તમે આવ્યાં હતાં [...]

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર

Posted on September 29th, 2008 by gujaratikavita  |  No Comments »

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે. ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા, સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે. તે વેળા માન તારી મહત્તા બધી ગઈ, જ્યારે તને કશું [...]

મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે

Posted on September 22nd, 2008 by gujaratikavita  |  1 Comment »

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે; જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’, મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે. – મરીઝ

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું

Posted on September 11th, 2008 by gujaratikavita  |  No Comments »

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું, તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને હું પાનખર નથી-હું વીતેલી વસંત છું. હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું. બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું વીખરાયેલો કદી છું, કદી તંતોતંત [...]