Posts Tagged ‘kiran kumar chauhan’

દર સોમવારે વહેલી સવારે

Posted on February 18th, 2009 by gujaratikavita  |  15 Comments »

દર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે ! – કિરણકુમાર ચૌહાણ

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને

Posted on December 17th, 2008 by gujaratikavita  |  3 Comments »

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને, પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને ! હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ? કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને ! હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે, બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને. ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી [...]