Posts Tagged ‘kavitas’

તને ટેરવેથી SMS મોકલું ને

Posted on August 18th, 2010 by gujaratikavita  |  4 Comments »

તને ટેરવેથી SMS મોકલું ને આંખોથી મોકલું ઈ-મેલ. તારી હથેળીની ભાષા વાંચી દે એવું સોફટવેર સ્પર્શોનું કેવું ? સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો સાચવીને રાખું છું એવું. નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય અને ખાલીખમ પાંપણની હેલ. આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં. ડૂસકાંઓ ડિલીટ કરું તો ય સાલ્લાઓ વિસ્તરતા જાય છે [...]

જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ

Posted on August 10th, 2010 by gujaratikavita  |  11 Comments »

જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ. ફરી બર્થ લેવા બહુ જોઈશે હામ જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……. હવે દેવકીજી એટલે સરોગેટ મધર અને સ્પર્મ બેંકના રજીસ્ટરમાં શોધવું પડે ફાધરનું નામ. જમાનો બહુ બદલાય ગયો છે શ્યામ……. ઈન્ટરનેટ અને મોબાઈલ પર જ મળે છે રાધાજી, બરસાના હવે વિસ્તારીને બન્યું છે ગ્લોબલયુ ગામ, જમાનો બહુ બદલાય [...]

મૃત્યુ નું રહસ્ય

Posted on August 10th, 2010 by gujaratikavita  |  2 Comments »

ખુદા નામે રોજ નવા અહીં ફતવા નીકળે રામ નામે રોજ લોક અહીં છળવા નીકળે રાત આખી નગર જીવે ફફડાટમાં પછી મૂળથી જ આખી વાત અહીં અફવા નીકળે કેમ પરખાય, કોણ ચોર કે કોણ શાહુકાર વેશબદલી રાજા નગર અહીં લુંટવા નીકળે આગ લગાડે છે બસ ચારે દિશાએ જેઓ એજ લોટો પાણી લઇ અહીં ઠારવા નીકળે મૃત્યુ [...]

કમનસીબ

Posted on August 2nd, 2010 by admin  |  1 Comment »

જીન્દગીભર રહ્યો છે મુજપર બોજ કરજ નો, કે મરણબાદ પણ સહુ છું ભાર કબર નો. મળી નહી હાશ મુજને હાસિયામા ધકેલી, રાખી મારા માટે સતત ચિતા જલેલી. મુજ અશ્રુઓ પર હતો એમનો સિકંજો, મૌત બાદ પણ મને કહે છે લફંગો. હું તો પ્રેમાળ હતો માણસ ઘણો, પણ એમણે મને ચિતર્યો છે દરિન્દો. -”શબ્દ્શ્યામ” ક્રુત

ચ્યાંથી લાવશો?

Posted on July 28th, 2010 by gujaratikavita  |  No Comments »

ઝાંઝવોં હેંચીને ઉછેરેલાં ઉપવનમાં હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો? ભમરાં તો ત્હોય જોણે ભાડૂતી ઓણોપણ ઝોકળી ભેનાશ્યો ચ્યાંથી લાવશો? અત્તર છોંટીને ફૂલે મ્હેલી મ્હેંક્યો, ઓલ્યાં ઓંબે મેઠાશ્યો ચ્યાંથી લાવશો? ભોંઠો પડશે હઉ ફૂદ્દો-પારેવો ને ગાળ્યો દેશે વટે-મારગું.. પેહશે તડ્કેથી કો’ક ખાવા વેહામો તૈ લેંમડઈ હળવાશ્યો ચ્યાંથી લાવશો? ઝાંઝવોં હેંચીને ઉછેરે્લાં ઉપવનમાં હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો? -ગુરુદત્ત [...]

દ્વન્દ

Posted on July 23rd, 2010 by gujaratikavita  |  2 Comments »

પલ પલ અહિં દ્વન્દ અને દ્વિધા ઉપ્લબ્ધ છે, પસંન્દ શું કરુ અહિં પરિશ્રમ અને પ્રારબ્ધ છે. પ્રેમ કરવા માટે પણ અહિં વિકલ્પ ઉપ્લબ્ધ છે, કોઇનુ હૈય્યુ શીત તો કોઇનુ હૈય્યુ દગ્ધ છે. આદમી ઓ પણ જુદા જુદા અહિં ઉપ્લબ્ધ છે, કોઇ નતમસ્તક છે તો કોઇ વળી કરબદ્ધ છે. ભાવના ઓ પણ ઘણી બધી અહિં ઉપ્લબ્ધ [...]

ભગ્ન-કવી

Posted on July 17th, 2010 by gujaratikavita  |  5 Comments »

કવી ને કવિતા લખવાની ફુરસત નથી, કંઇ વાત કેહવાની હવે હિમ્મત નથી. મંદીર મા મુરત રામની જડ્તી નથી, મારા ખુદા ને મુઝ્થી નિસ્બત નથી. જાગ્યોછું તારી યાદમા હું સૂતો નથી, ચક્ચૂરછું તુજમા કદી હું પીતો નથી. કર્મઠછું માર કામમા હું ચુક્યો નથી, પલવાર પણ તૂજને કદી ભૂલ્યો નથી. ચાખ્યોછે તારા પ્રેમને હું ભુખ્યો નથી, ટુક્ડા [...]

આ વાત સાવ સાચી છે

Posted on July 15th, 2010 by gujaratikavita  |  5 Comments »

આ વાત સાવ સાચી છે, સાવ ખોટે ખોટી બાફી છે; પ્રેમ એ બીજુ કૈ નહિ, પણ સરવાળો ને બાદબાકી છે. અજર અમર છે એ, સર્વત્ર વ્યાપ્ત છે એ; આ વિશાળ વિશ્વ ના નકશા ની એણે ક્યા શરમ રાખી છે? છે એના પર સૌ ફિદા આ વાત કરતા નથી બધા; ‘હોશ’એ તો માત્ર સાચી વાત, તમારી [...]

કુક્કડસભા..

Posted on July 11th, 2010 by gujaratikavita  |  4 Comments »

ચાલો જઇયે જોવા આજે એક સભા અનોખી, કુકડાઓની પરિષદે કેવિ-કેવિ માંગો મૂકી!! કોઇ લડે મુક્તિ માટે, તો કોઇ વંશવેલો ઝંખે, બધે બસ માણસાઇ વિરુધ્ધ રોકકળ પોકે-પોકે.. રામુ કુકડો મુક્તિ માંગે, છે ત્રણ વરસથી બંદી, પુરાઇ રહે પિન્જર-જેલમાં-ગરમી હોય કે ઠંડી.. પછી ટહુકી ગિતા કુકડી, કુક્કડપુત્ર એ ચાહે, પણ માલિક એનો હંમેશ એનાં ઇંડા વેચી ખાયે.. [...]

તું વરસાદી વાતો લઈને આવ સજનવા

Posted on July 8th, 2010 by gujaratikavita  |  3 Comments »

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા; તું વરસાદી વાતો લઈને આવ સજનવા. ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; તું વરસાદી વાતો લઈને આવ સજનવા… આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં, પળ પળ વીતી [...]