Posts Tagged ‘kavitas’

હું એટલે અત્યારે….

Posted on October 20th, 2010 by admin  |  No Comments »

અગાશીના લંબચોરસ બાંકડે બેસી બાજુમાં ઊભેલી નાળિયેરીની ખરબચડી ગલીપચી અનુભવતો….. અમસ્તા અમસ્તા ઉભડક ઊગેલાં જાંબલી ફૂલોના ખભે માથું ટેકવી ઊંઘણશી આકાશને આત્મસાત કરતો…. દૂરદૂરના દોડાદોડ કરતા એકમેકને ખંજવાળતાં મકાનોની રમઝટ સૂંઘતો… હાંફળા-ફાંફળા પગ પાસે ઢગલો થઈ પડેલા પડછાયાઓના હોંકારા-પડકારાઓ સાંભળતો… લટાર મારવા નીકળેલા પવનમાં આંખો ઝબોળી…. ભીનાં ટપ ટપ થતાં દશ્યોમાં અનેકાનેક સદીઓના ધબકારા કંડારતો….. [...]

બનાવ્યા છે

Posted on October 20th, 2010 by admin  |  No Comments »

તેં ફક્ત આંસુઓ સારી મને બતાવ્યાં છે, અમે તો જળનાં ય શિલ્પો ઘણાં બનાવ્યાં છે. ઘણી વખત તો અનાયાસે શબ્દો આપ્યા છે, કદી ઉજાગરા ગઝલે મને કરાવ્યા છે. હસી, મજાક તને ખૂબ આવડે છે દોસ્ત, ઉદાસી, શોકના ઉત્સવ તેં ક્યાં મનાવ્યા છે. કદીક જાતથી પડછાયો થાય છે આગળ, જરૂર હવાએ જ રસ્તો ગલી બતાવ્યાં છે. [...]

ઓછા પડ્યા !

Posted on October 20th, 2010 by admin  |  No Comments »

ભારે સખત પહેરા અને એ જાપતા ઓછા પડ્યા સરકી ગયું પંખી પલકમાં ફાંસલા ઓછા પડ્યા રાખી ન’તી સહેજે કસર બરબાદ કરવામાં મને પણ એમના એ છળ-કપટના ત્રાગડા ઓછા પડ્યા ખુલ્લી પડી ગઈ વાત એનાં નેણના અણસારથી ધારણ કર્યા’તા મૌનના એ અંચળા ઓછા પડ્યા સમજ્યા નહિ એ વાત મારી, દોષ એ મારો જ છે આપ્યા હતા [...]

અંગત હોય છે

Posted on October 16th, 2010 by gujaratikavita  |  No Comments »

સમજાય જ નહીં, શું સચ ને શું ગલત હોય છે જીંદગી વિશે અભિપ્રાય સહુના અંગત હોય છે હવા લઈ ફર્યા કરે ચોક્કસ પુષ્પોના હસ્તાક્ષર(સુગંધ/ખૂશ્બુ) ઉપવનમાં તો ઠેર ઠેર આવી આવી રંગત હોય છે જ્વાળા સાથે દોસ્તીમાં પણ ક્યાં કંઈ ખોટું છે પ્રિતમાં બળી ખાખ થવું પતંગની મમત હોય છે ત્યાગ, તપ્સયા, તર્પણ કે તડપન, બધું [...]

ક્લીયુગ

Posted on October 12th, 2010 by gujaratikavita  |  No Comments »

નૂર આંખનુ ઉડાડી પુછે છે મંઝર કેમ છે? પુષ્પ પ્રેમનું કરમાવી પુછે છે કેમ છે? ગઈ છે રાત વીતી હજી અંધારુ કેમ છે? મારી વ્યથા થઈ જગ-જાહેર કેમ છે? શાંતી ના હાથમા આ ખંજર કેમ છે? પ્રેમ થયો ફૂલોને કાંટાથી કેમ છે? નિત્યને અનિત્યની આશ કેમ છે? મનુષ્યોને લોહીની પ્યાસ કેમ છે? શમસાનમા ઢોલ-ત્રાંસો કેમ [...]

અમસ્તા જ નથી પાગલ થતા લોકો

Posted on September 14th, 2010 by gujaratikavita  |  2 Comments »

અમસ્તા જ નથી પાગલ થતા લોકો, તેની પાછળ કૈંક કારણ હોય છે. મદહોશ બનાવે છે પ્રેમીજનોને એવું, ચાંદની રાત નું વાતાવરણ હોય છે. લાગશે એ પણ મીઠા ભલે હોય ઝઘડા, જેના છુપાયેલું પ્રેમ નું આવરણ હોય છે. એક નજર પડતા ચોરાય જાય હૃદય, પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે. શું પૂર્ણ થયેલા પ્રેમ [...]

જીન્દગી શતરંજની જેમ રમી રહ્યો છું હું

Posted on September 10th, 2010 by gujaratikavita  |  3 Comments »

જીન્દગી શતરંજની જેમ રમી રહ્યો છું હું, ક્યારેક પ્યાદું તો ક્યારેક નૃપ થયો છું હું. આડી, અવળી, ટેઢી ચાલને નાથી છે પરંતુ દુશ્મનની એક સીધી ચાલથી મૂંઝાયો છું હું. જેટલા વાર દુશ્મનના નથી મુજ શરીરે વધુ તેથી મુજના સોગઠાંથી ઘવાયો છું હું. વિચારેલી ચાલથી જીત થાય, જરૂરી નથી, પણ ક્યારેક અવિચારી ચાલથી બાજી જીત્યો છું [...]

હું ધરમ ભુલ્યો..

Posted on September 9th, 2010 by gujaratikavita  |  1 Comment »

હું ધરમ ભુલ્યો-હું કરમ ભુલ્યો, હું ભમરાયેલો-ભરમ ભુલ્યો, હજી સવારે તો હું રામ ભજું, વટલાયેલો સાંજે “દામ” ભજું!! ઉઠ્યો નામે આજે બાહુબલી, ને સાંજ લગી થયો નુરઅલી, ઇશ્વર બધા સરખા એ સત્ય નરું, તોય મગનું નામ મરી કરું!! એ જ કાળા મન ને તને શ્વાસ ભરું, શું ફરક પછી પુજા કરું કે નમાઝ ધરું, ધર્મ [...]

કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી

Posted on September 6th, 2010 by gujaratikavita  |  3 Comments »

કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી, મગરૂર દિલમાં યાદ કોઈ પ્રજ્જવળી હશે! સૂરજ ઊગ્યા વિણ આટલો શેનો ઉજાસ છે? શમા સાથે વિરહમાં કો’ મુગ્ધા બળી હશે! ભર સવારે પાંપણો થઈ ગઈ છે શબનમી, સ્વપ્નમા આંખોએ બહારો રળી હશે! પ્રત્યક્ષ થયા ઘણીવાર પણ ઓળખ્યાં નહિ, છબી તો છે હ્રદયમાં કિંતુ ધૂંધળી હશે! ગાલિબની જેમ શબ્દનું [...]

ભોગીકાકાનું ક્રિકેટ

Posted on August 26th, 2010 by admin  |  No Comments »

વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ આજે પહેલી મારું ફોર કહીને કાકા કાઢે જોર બેટ ફેરવે ચારે કોર ભારે ચાલી શોરબકોર વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ફાસ્ટ બોલથી લાગે કંપ શ્વાસ તો જાણે ચાલે પંપ બોલ પડ્યો કે માર્યો જંપ કાકાએ તો તોડ્યો સ્ટંપ વાંકીચૂંકી પહેરી [...]