Posts Tagged ‘kavita’

ચાલ સમય ને પાછળ મૂકી વહી જઈએ રે સામા

Posted on December 16th, 2010 by gujaratikavita  |  No Comments »

ચાલ સમય ને પાછળ મૂકી વહી જઈએ રે સામા એક બીજા ને પાછળ રાખી ના થઈએ સામસામાં. દર્પણ છે તો અદલાબદલી ચહેરા ની થવાની , હોય સંબંધ જો એક બીજા માં તિરાડ પણ પડવાની . ચાલ બની ને રહીએ આપણ સાવ નજીક ના સરનામાં એક બીજા ને પાછળ …………………….. હાલક ડોલક થાય ના તૂટે એમ [...]

આવે છે

Posted on October 26th, 2010 by gujaratikavita  |  1 Comment »

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે, તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે, તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું, તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે, જી ંદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા, પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે, રહેવા દો વાત મિલન ની, [...]

ગઝલ

Posted on October 7th, 2010 by admin  |  1 Comment »

સાચે જ દોસ્તો ઘણા દરિયાવ નીકળ્યા, રણની વચાળે જળનો લઈ દેખાવ નીકળ્યા. અજવાળું શોધવા ગયા એ પુસ્તકો મહીં, આકાશ પામવાને લઈ નાવ નીકળ્યા. આ કેટલામી હાર પછીથી ખબર પડી, અહીં જીતવાના સાવ અલગ દાવ નીકળ્યા મન માનતું રહ્યું કે સદાથી અભિન્ન છે, આ દેહ અને પ્રાણ જુદા સાવ નીકળ્યા પથરાળ લાગતા હતા જે આદમી અહીં [...]

લખાય છે

Posted on October 7th, 2010 by admin  |  No Comments »

સહેલો વિષય પસંદ કરીને લખાય છે, જીવતા ન જો લખાય મરીને લખાય છે. અક્ષરની જેમ લેતી રહે છે વળાંક એ વાંચો તો માછલીથી તરીને લખાય છે. શબ્દો જ ખાલી ખાલી હતાં શબ્દકોશમાં એમાં અનેક અર્થ ભરીને લખાય છે. કંઈ ના લખાય ત્યારે નથી હોતું કાંઈ પણ, એક શૂન્યતાથી એમ ડરીને લખાય છે. લખતો હતો કદીક [...]

ઝાકળના ઝગારા

Posted on October 7th, 2010 by admin  |  No Comments »

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા, સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા. સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા, આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા. કોણ બીજું જાય વરસી ? એ જ અંધાર્યા હતા, ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા. કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને, કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા. કોઈની પાસે કરી બે [...]

ગઝલ

Posted on October 7th, 2010 by admin  |  No Comments »

જીવવું છે જેમણે સુવાસમાં, ફૂલને લેજો જરા વિશ્વાસમાં. એ જ નક્કી રૂબરૂ થાશે પછી, આજ ઓળખ જે ફરે છે શ્વાસમાં. હાજરીમાં થાય અવગણના અને, યાદ આવે એ નથી જે પાસમાં. ચાલવાનો આગમાં અનુભવ હતો, પગ સતત બળતા રહ્યા ભીનાશમાં ! મ્હેંકનું કારણ મળ્યું ના વાડને, છોકરી ઊભી હતી આડાશમાં ! આઠમો છે રંગ તારી આંખમાં, [...]

સપનાંનાં સરનામા

Posted on October 7th, 2010 by admin  |  11 Comments »

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે, ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે ! મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે, ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ? શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે, ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ છે. ખર્ચાની તો ચાલ નવાબી, એક વેંત [...]

ગઝલ

Posted on October 7th, 2010 by admin  |  No Comments »

બધી વાતે ભલે બદનામ કીધો છે મહોબ્બતનો છતાં’યે જામ પીધો છે ફનાગીરી ભલે હર હાલમાં મળતી વિચારીને અમે આ રાહ લીધો છે અમે હાર્યા, તમે જીત્યાં ખુશી થાઓ જીવનભર આ જ રીતે દાવ દીધો છે બધી બાજુ સમયની છે બલિહારી કજીયો દેવના ઘરમાંયે કીધો છે તને તો એમ કે ક્યાંથી પ્હોંચી શકે ? અમારે મન [...]

હું ધરમ ભુલ્યો..

Posted on September 9th, 2010 by gujaratikavita  |  1 Comment »

હું ધરમ ભુલ્યો-હું કરમ ભુલ્યો, હું ભમરાયેલો-ભરમ ભુલ્યો, હજી સવારે તો હું રામ ભજું, વટલાયેલો સાંજે “દામ” ભજું!! ઉઠ્યો નામે આજે બાહુબલી, ને સાંજ લગી થયો નુરઅલી, ઇશ્વર બધા સરખા એ સત્ય નરું, તોય મગનું નામ મરી કરું!! એ જ કાળા મન ને તને શ્વાસ ભરું, શું ફરક પછી પુજા કરું કે નમાઝ ધરું, ધર્મ [...]

જ્યાં જ્યાં નજર મારી પડે (મુંબઈમાં)

Posted on August 31st, 2010 by gujaratikavita  |  5 Comments »

જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને, ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને. જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને. રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને. [...]