જ્યાં જ્યાં નજર મારી પડે (મુંબઈમાં)

August 31st, 2010

જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.
જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને.

રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ
ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.

મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ
ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.

બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગી
રશ્મિ, જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

- ડૉ. રશ્મિકાન્ત શાહ
ચર્મરોગ નિષ્ણાંત
કાંદિવલી- વેસ્ટ
9821216033

એક વાર કાન ને તાવ આવ્યો

August 31st, 2010

એક વાર કાન ને તાવ આવ્યો
માતા જશોદાને ચિંતા માં લાવ્યો
જશોદા ગયા વૈદ ને ઘેર
કાન પર કોણ આ વાલે વેર
વૈદે આવી ને ઉપચાર કર્યો
માતા જશોદાને કાને ધર્યો
કાન ના પ્રેમી ના ચરણ ની ચપટી ધૂળ
કાન નો તાવ કરે પલ માં દુર
નાનપ અનુભવે સૌ દેવા માં ધૂળ
પછી તો તાવ કેમ થાય દુર
માતા દોડી ગયા રાધા પાસે
આહીથી મળશે એવી આશે
વાત સંભાળતા જ રાધા એ આપી રજ
માતા જશોદાને મન માં થયું અચરજ
પ્રભુ ને તું પગની ધૂળ આપીશ
પછી તો તું નર્ક ને પામીશ
રાધાએ કહ્યું પ્રેમ આમારો સાચો
એકબીજા માટે ત્યાગ આપનારો
હજારો નર્ક માં ભલે હું પડું
મારા પ્રિયતમ ને સાજો હું કરું
લઇ ગયા જશોદા ચપટી ધૂળ
કાન નો તાવ થયો પલ માં દુર
સાચો પ્રેમ એ જ કહેવાય ‘હોશ’
જેમાં બલિદાન ની ભાવના સમાઈ
-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

યુવાનો ને

August 21st, 2010

ઇન્સાં ન થઇ શકો તો ભગવાન થઇ જજો,
કાળા બજારી કરતા , બરબાદ થઇ જજો….

નફરત ન નીકળે મૂખ થી કદી,પ્રેમ ભાવ હોય,
સારંગી ના સૂર સમા દીલના તાર હોય,
કાળી અંધારી રાતમા, તારા થઇ જજો….

સોબત નઠારી નીવડે નહી, નેક રાહ હોય,
સાધુ સમા સૌભાગ્ય ના હોય વધામણાં,
નાહક વીવાદ કરતા, ખામોશ થઇ જજો….

આંખો નીર્મલ રહે હમેંશા, સબ સમાન હોય,
પરવા ન હોય ખુદની એવી, દેશ દાજ હોય,
કાંટાળા ફૂલ કરતા, વેરાન થઇ જજો….

- “શબ્દ્શ્યામ” ક્રુત

તને ટેરવેથી SMS મોકલું ને

August 18th, 2010

તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.

તારી હથેળીની ભાષા વાંચી દે એવું
સોફટવેર સ્પર્શોનું કેવું ?
સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો
સાચવીને રાખું છું એવું.
નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય
અને ખાલીખમ પાંપણની હેલ.

આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને
ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં.
ડૂસકાંઓ ડિલીટ કરું તો ય સાલ્લાઓ
વિસ્તરતા જાય છે માઈલમાં.
ટહુકાથી ખીચોખીચ ભરેલી વેબસાઈટ
મહેંદી ને મોરલાનું સેલ.

તારી ઑફબીટ આંખ્યુએ ડિઝીટલ સપનાંનો
ઈમેલ મૂક્યો છે મારી આંખમાં.
પાંપણનો પાસવર્ડ એન્ટર કરીને હું તો
સૂરજ ઉગાડું બારસાખમાં.
દરિયો, વરસાદ, નભ, ચાંદો ને તારાની
વહેંચાતી કેવી રે ટહેલ !

તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.

– ડૉ. કનૈયાલાલ ભટ્ટ
[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર]

અજ્ઞાન

July 26th, 2010

ખૂબ હસે છે લોકો મારા પ્રેમ ના અજ્ઞાન માટે,
રડ્યો છું હુ એટલો છે કાફી એમના સ્નાન માટે.

મે આપી છે કીંમતી ભેંટો એમની દુકાન માટે,
ખુદ ભટકયો છું જીન્દગીભર એક મકાન માટે.

જે કદી હતી એક દેવી મારા ઇમાન માટે,
ઉઠ્યા તેના જ હાથ મારા ગિરેબાન માટે.

તાજો-તખ્તની ઝફા હોય છે સુલ્તાન માટે,
“શબ્દ્શ્યામ”ના શેર હોય છે કદરદાન માટે.

- “શબ્દ્શ્યામ” ક્રુત

દ્વન્દ

July 23rd, 2010

પલ પલ અહિં દ્વન્દ અને દ્વિધા ઉપ્લબ્ધ છે,
પસંન્દ શું કરુ અહિં પરિશ્રમ અને પ્રારબ્ધ છે.

પ્રેમ કરવા માટે પણ અહિં વિકલ્પ ઉપ્લબ્ધ છે,
કોઇનુ હૈય્યુ શીત તો કોઇનુ હૈય્યુ દગ્ધ છે.

આદમી ઓ પણ જુદા જુદા અહિં ઉપ્લબ્ધ છે,
કોઇ નતમસ્તક છે તો કોઇ વળી કરબદ્ધ છે.

ભાવના ઓ પણ ઘણી બધી અહિં ઉપ્લબ્ધ છે,
કોઇ હતપ્રત છે તો કોઇ વળી સ્તબ્ધ છે.

- “શબ્દ્શ્યામ” ક્રુત

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ

July 13th, 2010

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ
કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ
આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ
ચાલ તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ

-હોશ

વીરા!

July 8th, 2010

ઉડો હળવેકથી છે વિજ્ઞાનના પવન વીરા!
જરા સંભાળજો હૈયા તણાં ઉપવન વીરા!

ચૂમી ધરતી વતનની, આંબજો ગગન વીરા!
નિશાનો ઉચ્ચ, છો તન-મનનુ હો દમન વીરા!

પડે કિંમત ભલે પણ મૂલ્યોનું હો જતન વીરા!
વિકાસો એય શું જ્યાં માણસાઈનુ પતન વીરા!

ધરીને હામ કરજો તિમિરનુ હનન વીરા!
પસારો તેજ ને વિશ્વમાં અમન વીરા!

રહસ્યો વેદનાં ખૂલશે કદી પ્રસ્વેદથી,
બનો કર્મઠ, કર્મોની ગત ગહન વીરા!

-ગુરુદત્ત ઠક્કર.
(DEDICATING THIS POEM TO STUDENTS WHO PASS OUT FROM 12TH STD}

નફરત છે મને…

January 26th, 2010

એક હતો નથુરામ અને બીજો સાવરકર,
પ્રણ લીધું અખંડ ભારતનું એમ રહ્યા અમર..

આજ સુધી એમની આત્માઓ મોક્ષ માટે ઝંખે,
ભાષાવાદી નાગ-”રાજો” દરરોજ એમને ડંખે..

જે ધરતી પર આવા સ્વપ્નદ્રષ્ટા અવતર્યાં,
કમનસીબે હવે વિઘટનકારી-”રાજ” તરવર્યાં..

એ ધરતી-પુત્રો આજે ભારત-પુત્રો ને મારે,
ભાષાવાદથી રાજનિતીની મેલી દુકાનો તારે..

એવું કહેતાં ગર્વથી ફરે-વોટ અમને આપો,
ભાષા અને સંસ્ક્રુતિ નો હું જ એક રખવાળો!!

અખંડ ભારત દુર રહ્યું,હયાત ભારત તોડી પાડો,
ભૈયો-સિંધો-મલ્લાઓ ને મુંબઇમાં થી જ કાઢો..

મુંબઇકર કહે “રાજ”-કર્તો અમારો એકદમ છે સાચો,
અમારા જેવાં ગુજરાતી-મરાઠી ની વ્યથા પણ તમે વાંચો..

રહેતા પેઢીઓથી અહિં-ગળથૂંથી ગુજરાતી-ગુર્જરી જ વતન,
જો કોઇ ધરતી-પુત્ર મારે અમને તો ખુશ થશે તમારું મન??

ભાગલા પાડો-રાજ કરો ની નિતી બહુ પુરાની છે,
આ નિતી એ ભારતમા ને સદિયો ગુલામી આપી છે..

જેમણે વાપરી આ નિતી તે આજ બદનામિ ભોગવે છે,
સદભાવી ને આખરે તો સકળ લોક-જન વંદે છે..

ધર્મ-જાતિ પર કર્યાં ટુકડાં ત્યાં સુધી તો ઠીક,
ભાષાવાદને છંછેડશો હવે તો નિકળી જશે ચીંખ..

-ચિન્મય જોષી.

મેઘના મનામણા

January 25th, 2010

poem

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books