કવિતા કેમ કરાય
કનું કહે – કાકી કહો કવિતા કેમ કરાય કાકી કહે સાંભળ કહું કવિતા કેમ કરાય જેવી રીતે અથાણું થાય તેવી રીતે કવિતા થાય કેરી જેમ કોઈ મુદ્દો લેવો મુદ્દા પર કોઈ અનુભવ લેવો અનુભવને બુદ્ધિ થી છીણવો બહુ સારું થયું કે ખોટું થયું ? બહુ સુખ થયું કે દુ:ખ થયું ? દુઃખમાંથી કેમ ઊગરવું ? [...]