Posts Tagged ‘kavi’

મૌતનું કારણ

Posted on February 22nd, 2011 by admin  |  1 Comment »

એક વીજળી થઈ, એક મેઘગર્જના થઈ, ને બે માનવ-આકૃતિ જાણે એક થઈ, હૈયામાં તુફાન, ધસમસતા પૂર સમાન ને દિલની ધડકન વઘું તેજ થઈ અમોને રાત આખી રહી જવાના અરમાન જ્યાં જાગ્યા ને ત્યાં જ અચાનક સહર થઈ સ્વપ્નની રંગીન દુનિયા હકીકત ભયાનક જોઈ વેરાન થઈ નાદાન ‘ક્રિષ્ના’ની મોતનું કારણ પ્રિયતમાની લગ્ન કંકોત્રી થઈ. -‘ક્રિષ્ના’ કિશન [...]

દાનમાં

Posted on February 9th, 2011 by admin  |  3 Comments »

મળે જો શબ્દ તો કહું તને બસ કાનમાં ન ગમ્યું કોઈ ઘર રાખ મને તારા મકાનમાં ઝંખના હોય જેને દિવસ-રાત પામવાની પાસ આવીને ઘણીવાર ન સમાય નઝરમાં પાસ-પાસે હોઈએ ને ઝુકીએ ઘણા એવી કોઈ કમી તો હોય છે પ્રેમમાં બઘું ભૂલી જવાનું તય હતું આપણે તુંય ક્યાં ભૂલી શકીશ ને હુંય કેમ ભૂલી શકીશ એક [...]

પ્રસંગ

Posted on February 9th, 2011 by admin  |  1 Comment »

વાદળો વિના આ તે કેવો વરસાદ વરસી ગયો? તમારા પ્રેમના ‘બિંદુ’માં હું, આજ તો ભીંજાઈ ગયો છે, એમનું નામ મારી હથેળીમાં ને, આજ તો મારો જ શબ્દ એમના મુખેથી નીકળી ગયો જાગતાં હું તો સપનાં એમનાં જોતો ને સપનામાં પણ હું તો સપનું સજાવી ગયો આજ મુજને જોઈને એમના હોઠ હસી પડ્યા જાણે આભથી બારે [...]

તારા ગયા પછી…

Posted on February 9th, 2011 by admin  |  No Comments »

આંસુને આંખમાં લઈ ક્યાં સુધી જીવીશ હું ભલા એના કિનારે તારી આંગળીઓનો સ્પર્શ જો થઈ જાય રહ્યો મઘુર રજનીની એક અપેક્ષા લઈ દિલમાં હું, જાગી જાઉં હું ઝબકીને સ્વપ્ન તારો ચહેરો જો થઈ જાય કઠોર તું થઈ જશે એટલી મને ખબર ન હતી કે, કોમળ મારા દિલની વેદનાનો પણ નાદ તને જો ન સંભળાય કહી [...]

વર્ષા

Posted on February 9th, 2011 by admin  |  1 Comment »

મજબૂર માનવીના આંસુ થકી બની વર્ષા ધરતી પર અવિરત વરસી રહી ધારા જોઈ તેની દયનીય દશા વાદળોમાં વ્યાપી ગઈ શ્યામલતા, કર્યો એણે ગગનભેદી ચિત્કાર વીજળીએ આપ્યો સાથ ફેલાવી તીવ્ર પ્રકાશ પાલવમાં સમાવ્યો અવનીએ સંસારના દુઃખોનો અંધકાર પક્ષીઓનો કલરવ શમી ગયો જોઈ વર્ષાનું તાંડવ-નૃત્ય ગગનમાં ફેલાયુ સાત રંગોનું મેઘ-ધનુષ્ય પ્રકૃતિએ કર્યું સ્નાન, પહેર્યો મેઘધનુષ્યનો હાર લીલા [...]

ગીત

Posted on February 8th, 2011 by admin  |  No Comments »

છપ્પનમા વરસે તો કારમો દુકાળ પડે, ……………… છતાં છપ્પનમું લીલુંછમ્મ જાય છે ! થોડાં પાંદડાં ખરેલાં એક માણસમાં, ……………… આજે પણ કોયલ બેસીને ગીત ગાય છે ! કોયલનાં ગીતોથી પડઘાતું આભ, .…………….. અને આભ નીચે ચાલવાનું મારું ! રસ્તાઓ એટલું જ જાણે છે: .…………….. લંબાણ તો પથ ને પથિકનું સહિયારું… ચાલવાની વાત સાત ડગલાંની હોય [...]

હું વિનષ્ટ નથી

Posted on February 8th, 2011 by admin  |  No Comments »

રડો શાને મારાં સ્વજન, અવ મારા મરણ પે ? હતો જે રૂપે તે અવ નથી હું, તેથી જ ? પણ ના હયાતી-હસ્તીનું કદી પણ નહોવું, મરણ ના કહો એને; આવું રડવું ન ઘટે વિસ્તરણ પે; તમારું વ્હાલું આ પૂતળું હતું પાંચેભૂતગ્રથ્યું, થયું એકાકારે પ્રગટ મૂરતે ને સૂરતમાં, ફરી તે વ્હેંચાઈ, વિખરઈ જશે પાંચ ભૂતમાં, નથી [...]

રંગમંચ

Posted on February 8th, 2011 by admin  |  No Comments »

સંસારના રંગમંચ, પર ભજવાતું, આ, જીવન નાટક, વાસ્તવિક પાત્રોથી ભરપુર રંગમંચ! પડદાઓ પડી રહ્યા છે, હર્ષ-શોકના, સ્નેહના, વેર-ઝેરના, તારું-મારું શાંતિ-અશાંતિના, સંસારના રંગમંચ પર, માનવીના અનેક પાત્રો ભજવાઇ રહ્યાં છે, હસી રહ્યાં છે, રડી રહ્યાં છે. સૌ પાત્રો, અનેક ખેલ ખેલી રહ્યાં છે. જિંદગીનાં આ અવનવા ખેલનું! શું છે આ? માનવીના, અભિનયનો રંગમંચ છે. રંગમંચ પર [...]

મજા નહી…

Posted on February 8th, 2011 by admin  |  2 Comments »

હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહીં, કારણ વગર રોજમળવામાં મજા નહીં. આકાશમાં ચાંદલો ભલેને ચમકતો રહે, દિલમાં કોઈનું નામ લખવામાં મજા નહીં. સપનાઓ કો’ક વખત હકીકત બને છે, ખોટો રાતે ઉજાગરો કરવામાં મજા નહીં. ચાર દિવસ મજાની ચાંદની રાત હોય છે, આદત અજવાળાની પાડવામાં મજા નહીં. ‘સખી’ સમજાવે છે, તો સમજી લે ગઝલમાં, દિલ પથ્થરોની [...]

નાવિક વગરની નૌકા

Posted on January 24th, 2011 by gujaratikavita  |  No Comments »

નાવિક વગરની નૌકા ક્યાં પહોંચે તે ખબર નથી ધ્યેય વગરનો પંથી ક્યાં પહોંચે તે ખબર નથી કપાયેલી પતંગ ક્યાં પહોંચે તે ખબર નથી ધર્મ જાણ્યા વગરનો હિંદુ ક્યાં પહોંચે તે ખબર નથી માણસે બનાવેલા ધર્મ સુખ લાવી શકતા નથી પરમેશ્વરે કહેલો ધર્મ ન પાળવાથી સુખ થતું નથી પરમેશ્વરને સામાન્ય માણસ માનનારો પરમેશ્વરે કહેઓ ધર્મ સમજી [...]