Posts Tagged ‘jatil’

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર

Posted on March 26th, 2010 by gujaratikavita  |  No Comments »

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર ! ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર ! તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે, હતો છીછરો હું ન છલક્યો બરાબર ! ઘનશ્યામ ! તેં ગર્જના ખૂબ કીધી, બની મોરલો હું ન ગળક્યો બરાબર ! મિલાવ્યા કર્યા તાર, ઉસ્તાદ, તેં તો, બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર ! અજાણ્યો અને અંધ [...]

તારું વદન જોતા ઘરાતો હું નથી

Posted on July 4th, 2008 by gujaratikavita  |  No Comments »

હે ગુલબદન, તારું વદન  જોતા  ઘરાતો હું  નથી, મયથી   ભરાયે જાઉં  છું, છલકાઈ  જાતો હું નથી.   હું   પ્રેમનું    એવું   અલૌકિક  છું  ઝરણ હે બે  ક્દર, અવહેલનાની  આગમાં  બાળ્યો   બળાતો હું  નથી. ગંગામહી  સદ્ ભાવનાની    એટલો   પાવન થયો, કે   વેરથી   વા   ઝેરથી  વટલાઈ  જાતો હું     નથી. માટી તણી   કબરે  ભલે  આ  બીજાને  દાટો   ભલે, [...]

તે આપણે…

Posted on July 3rd, 2008 by gujaratikavita  |  No Comments »

મીણબત્તીને સૂરજ માની જીવ્યા તે આપણે, ને ફરીથી સ્વર્ણ-મૃગ પાછળ પડ્યા તે આપણે… સાત સાગર પાર જઇને સામે કિનારે ઊતર્યા, ઝાંઝવાના એક બિન્દુમાં ડૂબ્યા તે આપણે. આંખ સામે મોલ સુકાયા, ન આપ્યું બુંદ પણ, ને ‘જટિલ’, રણ-રેતમાં વરસી પડ્યા તે આપણે. – જટિલ