શબ્દસૃષ્ટિ
મઝધારમાં ડૂબી રહ્યું હો વહાણ, દીકરી ! એવું જ મારું જીવવું તું જાણ, દીકરી ! હું ક્યાં રમી શકું છું, તારી સાથે સ્હેજ પણ શય્યામાં થનગને છે મારા, પ્રાણ, દીકરી ! મારા વિના તું જીવવાનું લાગ શીખવા ટૂંકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી ! ભૂલી નથી શકતો હું ઘડીકે ય કોઈને જબરું છે બહુ [...]