Posts Tagged ‘harshavi patel’

ચોતરફ માત્ર બેકરારી છે

Posted on February 10th, 2009 by gujaratikavita  |  3 Comments »

ચોતરફ માત્ર બેકરારી છે, બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે. છે સ્મરણ એનું દુઃખતી રગ ને મેં સતત આંગળી અડાડી છે. શબ્દ અમથા નહીં સજે અર્થો કૈંક ધક્કે કલમ ઉપાડી છે. તક અહલ્યાની જેમ શાપિત છે આપણે ઠેસ ક્યાં લગાડી છે ? આપમેળે ગમે તો છે અચરજ આપણે જિંદગી ગમાડી છે. – હર્ષવી પટેલ