Posts Tagged ‘harshad trivedi’

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે!

Posted on August 6th, 2009 by admin  |  3 Comments »

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે! લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે. પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે; ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે? એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં, બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે! ઊભાં છે ઊંચા હાથ લૈ ને પામવા તને– આ ઝાડવાંને ક્યાં જઈ સંતાડવા [...]

પિંજરાનું બારણું ખોલીને

Posted on June 23rd, 2008 by gujaratikavita  |  2 Comments »

પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, ‘હવે તું મુક્ત છે.’ પંખીએ બહાર  નીકળીને માણસ સામે જોયું- અને- પાછું પિંજરામાં ભરાઈ ગયું. -હર્ષદ ત્રિવેદી