Posts Tagged ‘harindra dave’

દ સામે પારથી સંભળાય છે એનો મને

Posted on March 10th, 2010 by gujaratikavita  |  2 Comments »

દ સામે પારથી સંભળાય છે એનો મને, કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં. વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં, કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં. આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે, મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં. એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો, જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં. જાણે જોયો [...]

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી

Posted on February 3rd, 2010 by gujaratikavita  |  1 Comment »

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી, આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી. ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા? મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી. આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં, આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી. શમણું છે એ કહો છો, તો માની લઇશ હું, મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી. [...]

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો

Posted on November 12th, 2008 by gujaratikavita  |  No Comments »

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો. દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને ‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન [...]

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

Posted on October 5th, 2008 by gujaratikavita  |  3 Comments »

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં, જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ, એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં. જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં, જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ, સ્હેજ [...]

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને…

Posted on October 5th, 2008 by gujaratikavita  |  No Comments »

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ? આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઊતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું ! હું તો બોલીશ છતાં માનશો તમે કે [...]