Posts Tagged ‘harajivan dafada’

વારાફરતે વારામાંથી નીકળવું છે

Posted on January 22nd, 2009 by gujaratikavita  |  No Comments »

વારાફરતે વારામાંથી નીકળવું છે; મારે આ જન્મારામાંથી નીકળવું છે; જન્મોથી હું એની અંદર જકડાયો છું, ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે; તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું, મારે તારા-મારામાંથી નીકળવું છે; કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું? સંસારી આ ધારામાંથી નીકળવું છે; અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો, ભીતરના અંધારામાંથી નીકળવું છે. – હરજીવન દાફડા (

વારા ફરતી વારામાંથી નીકળવું છે

Posted on June 16th, 2008 by gujaratikavita  |  No Comments »

વારા ફરતી વારામાંથી નીકળવું છે મારે આ જન્મારામાંથી નીકળવું છે સદીઓથી એમાં ને એમાં સપડાયો છું ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ જગની જર્જર ધારામાંથી નીકળવું છે કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર મારે તારા-મારામાંથી નીકળવું છે અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો ભીતરના અંધારામાંથી નીકળવું છે – હરજીવન દાફડા