ફાગણીયો
વાસંતી વાયરાના વિસરાતા સૂર તોય ફૂલ બધા એનાજ નશામાં ચૂર। જોને આંગણામાં કેસૂડાના ફૂટ્યાં અંકુર! સખી! ફાગણીયો ખાસ નથી હવે દૂર! -ગુરુદત્ત ઠક્કર.
વાસંતી વાયરાના વિસરાતા સૂર તોય ફૂલ બધા એનાજ નશામાં ચૂર। જોને આંગણામાં કેસૂડાના ફૂટ્યાં અંકુર! સખી! ફાગણીયો ખાસ નથી હવે દૂર! -ગુરુદત્ત ઠક્કર.
ખોદો રણ ને દરિયો નીકળે- મૃગજળના તહી રહસ્યો મળે.. ઝરણાં સાથે પહાડો પીગળે મૌન હોઠ પર શબ્દ ખળભળે ઝાંકળ ક્યાંથી દરદ પુષ્પના કળે આંખ મીંચો ને સ્વપ્નો સળવળે કાળના અજગર નવે ગ્રહને ગળે સપાટીએ શોધું તુ બેઠો તળે! -ગુરુદત્ત ઠક્કર.
ખોદો રણ ને દરિયો નીકળે- મૃગજળના તહી રહસ્યો મળે.. ઝરણાં સાથે પહાડો પીગળે મૌન હોઠ પર શબ્દ ખળભળે ઝાંકળ ક્યાંથી દરદ પુષ્પના કળે આંખ મીંચો ને સ્વપ્નો સળવળે કાળના અજગર નવે ગ્રહને ગળે સપાટીએ શોધું તુ બેઠો તળે! -ગુરુદત્ત ઠક્કર.
હો જોજનો અંતર ભલે, અંતર મહી અંતર નથી! આપના હ્રદય સિવાય આપણુ કોઈ ઘર નથી! દીવા કર્યા કંઈ આંગણે, ને છે ઝરુખા ઝળહળા મકાન છો રોશન બધા પણ મન આ તરબતર નથી.. તહેવાર હો રંગો તણો કે પર્વ નૂતન વર્ષનુ, તારા વિના ઓ દોસ્ત એ કોઈ રીતે સધ્ધર નથી…. -ગુરુદત્ત, નયના, ધારીણી અને દ્રુપદ આપને [...]
કઠોર નયને આજ શે ઊભર્યા કરે નમી, મગરૂર દિલમાં યાદ કોઈ પ્રજ્જવળી હશે! સૂરજ ઊગ્યા વિણ આટલો શેનો ઉજાસ છે? શમા સાથે વિરહમાં કો’ મુગ્ધા બળી હશે! ભર સવારે પાંપણો થઈ ગઈ છે શબનમી, સ્વપ્નમા આંખોએ બહારો રળી હશે! પ્રત્યક્ષ થયા ઘણીવાર પણ ઓળખ્યાં નહિ, છબી તો છે હ્રદયમાં કિંતુ ધૂંધળી હશે! ગાલિબની જેમ શબ્દનું [...]
ઝાંઝવોં હેંચીને ઉછેરેલાં ઉપવનમાં હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો? ભમરાં તો ત્હોય જોણે ભાડૂતી ઓણોપણ ઝોકળી ભેનાશ્યો ચ્યાંથી લાવશો? અત્તર છોંટીને ફૂલે મ્હેલી મ્હેંક્યો, ઓલ્યાં ઓંબે મેઠાશ્યો ચ્યાંથી લાવશો? ભોંઠો પડશે હઉ ફૂદ્દો-પારેવો ને ગાળ્યો દેશે વટે-મારગું.. પેહશે તડ્કેથી કો’ક ખાવા વેહામો તૈ લેંમડઈ હળવાશ્યો ચ્યાંથી લાવશો? ઝાંઝવોં હેંચીને ઉછેરે્લાં ઉપવનમાં હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો? -ગુરુદત્ત [...]
ઉડો હળવેકથી છે વિજ્ઞાનના પવન વીરા! જરા સંભાળજો હૈયા તણાં ઉપવન વીરા! ચૂમી ધરતી વતનની, આંબજો ગગન વીરા! નિશાનો ઉચ્ચ, છો તન-મનનુ હો દમન વીરા! પડે કિંમત ભલે પણ મૂલ્યોનું હો જતન વીરા! વિકાસો એય શું જ્યાં માણસાઈનુ પતન વીરા! ધરીને હામ કરજો તિમિરનુ હનન વીરા! પસારો તેજ ને વિશ્વમાં અમન વીરા! રહસ્યો વેદનાં ખૂલશે [...]
આપણેય સજણ કેવાક ભેરૂ શોધવા નીકળ્યાં, નથી પગભર હજી,એનાં પગેરું શોધવા નીકળ્યાં! લગાડી હળદરી લેપો, ને માંગી ચંદની મહેંકો ધરી મ્હેંદી હથેળી રંગ ગેરૂ શોધવા નીકળ્યાં! પછાડ્યાં ચંદ્ર પર પગલાં,ને ડહોળ્યા કંઈક દરિયાઓ, સહારા શબ્દનાં લઈ મૌન ઘેરું શોધવા નીકળ્યાં! ઉતાર્યાં વસ્ત્ર પહેરી બહુ, લીધી-છોડી કંઈ દીક્ષા, ભર્યા મંદિર મહીં અણજાણ દે્રું શોધવા નીકળ્યાં! હતા [...]
આ રહ્યો ભૂતકાળ લે! ગમે તો પંપાળ, લે! ચાવી નથી ઘડીયાળની થીજી ગયો આ કાળ, લે! કરોળિયો સંબંધનો મૂકી ગયો જંજાળ, લે! બર્ફીલા પ્હાડો યાદનાં ભીંજવશે -ઓગાળ, લે! નીકળ્યા ખુદની શોધમાં, મળી ખુદાની ભાળ, લે! -ગુરુદત્ત ઠક્કર.
કેડી અજાણ માંડે ચરણ-વનરાજી, સુગંધ, ટહુકા,હરણ.. ભટકુ હું વન સકળ , ને પછી મારામાં આખું વન ભટકે! વર્ષા, મિલન બે ઘડી ને પછી યુગથી શુષ્ક જીવન, જીદે ચઢે સ્મૃતિ, આ મન, ને નયનમાં સાવન ભટકે! જમુના તટ, ડાળ કદંબ ને ઓલ્યાં વાંસલડીના સૂર, મોહનની ભાળમાં વ્યાકુળ પવન, આખુંયે વૃંદાવન ભટકે! ઘટના ઘટી એક ક્ષણ ને [...]