Posts Tagged ‘gujarti kavita’

એક વાર ચોમાસું ખાબકયું

Posted on June 9th, 2008 by gujaratikavita  |  No Comments »

એક વાર ચોમાસું ખાબકયું, એકલી એ છોકરીને ભીંજવવા કાજે. દેરીના દેવે કહ્યું- માત્ર, માત્ર,માત્ર ત્યારે કેવડો ચડયો’તો ઉન્માદ? સખીઓએ માગેલા મનગમતા વર, એણે એકલીએ માગ્યો વરસાદ! એ રાતે, છોકરીને સોણે વરસાદ આવ્યો, એકલી ભીંજાતી’તી ફળિયે! એવો વરસાદ-સાવ કોરુંકટ ગામ, ન’તો છાંટો વરસ્યો નેવે-નળિયે! એ દોડે એટલી ભીંજાણી’તી છોકરીને ઓરડો નીતરતો’તો લાજે! – ગિરીશ ભટ્ટ (Divyabhaskar.com.in) [...]

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે

Posted on June 6th, 2008 by gujaratikavita  |  No Comments »

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે. તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે, આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે. તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે. મને જોઈ નજરને શું [...]