Posts Tagged ‘gujarati shayari’
સરસ શાયરી
આ જિંદગી આમ જુઓ તો અમારી છે પણ એમા થોડી મહેરબાની તમારી છે ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ પણ એમા કિસ્મત લખેલી અમારી છે —————————————- જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ —————————————- બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું [...]
દીવાલો
અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો. ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો. પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા, ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો. નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ, મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો. કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર, તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો. રહે [...]
શેરો – શાયરી
થોડીક શીકાયત કરવી’તી, થોડાક ખુલાસા કરવા’તા, એ મોત જરા રોકાઈ જતે, મારે પણ બે ચાર કામ હતા, જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા…. ——————————— કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે. આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે. હમેંશા હારથી નથી હારી જતો માણસ, [...]
મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મોહતાજ ના કશાનો હતો કોણ માનશે? મારોય એક જમાનો હતો કોણ માનશે? ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ, એ આપનો દીવાનો હતો કોણ માનશે? તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ, આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે? માની રહ્યું છે જેને જમાનો જીવનમરણ ઝઘડો એ ‘હા’ ને ‘ના’ નો હતો કોણ માનશે? મસ્તીમાં [...]
દરેકને મંજીલ નથી મળતી
આ દુનિયામા હર કોઇને ગમતી વસ્તુ નથી મળતી. મળવા ખાતર મળી જાય છે બધુ,મન ને શાંતિ નથી મળતી. કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે, પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી. જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી. મનમા અવિરત તરવરતી હોય છે, એ આક્રુતિ નથી [...]
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે, હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે. કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર, તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે. તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ, તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે. બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો [...]
મહાન શાયરો ના શેર
જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય; આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય. તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું; જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય. -અમૃત “ઘાયલ”. ________________________________________________ આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી, એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા [...]