Posts Tagged ‘gujarati poet’

મોંઘી પડી

Posted on June 18th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્યારની રંગીન લત મોંઘી પડી, આગ સાથેની રમત મોંઘી પડી.. જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,એક આ દીલની લડલ મોંઘી પડી. જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,બુધ્ધીની આ આવડત મોંઘી પડી. બાગમાં આવો,રહો,પણ બે ઘડી,માળીની બસ આ શરત મોંઘી પડી. પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,તારી કીમત ઓ જગત મોંઘી પડી… – શેખાદમ આબુવાલા

જ્યારથી મેં તને જોઇ છે

Posted on June 16th, 2008 by gujaratikavita  |  No Comments »

જ્યારથી મેં તને જોઇ છે, જાણી છે, ચાહી છે ત્યારથી મનમાં ઇચ્છાનો એક ફણગો ફુટ્યો છે. એ ઇચ્છા ન તો કુતુહલતા છે, ન તો જિજ્ઞાસા, ન તો મોહ છે, ન તો વાસના. ઇચ્છા તો નાનકડી જ છે, તારા ગુલાબને શરમાવે એવા નાજુક ગાલોનો સ્પર્શ. એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે આ ઇચ્છા પરિપુર્ણ [...]

વરસાદ ના સમ છે

Posted on June 9th, 2008 by gujaratikavita  |  2 Comments »

હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે તમે નખશીખ ભીંજાયા, અમે તો સાવ કોરાકટ જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે તમે આપ્યા [...]

અમને નાખો જિંદગીની આગમાં

Posted on June 4th, 2008 by gujaratikavita  |  No Comments »

અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરે સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં. મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું. – શેખાદમ આબુવાલા

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને

Posted on May 30th, 2008 by gujaratikavita  |  No Comments »

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને, એવું કહીને એજ તો ભુલી ગયા મને. પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું? તારા વિશે તો કેટલું પૂછે બધા મને! ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ, દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને. થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું, સારું થયું કે [...]

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ

Posted on May 30th, 2008 by gujaratikavita  |  No Comments »

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ, આ વાતની તને ય ખબર હોવી જોઇએ. એક રોશની રહે છે સતત મારા પંથમાં, મારા ઉપર તમારી નજર હોવી જોઇએ. લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી, બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ. નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર, મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ. ચાલું [...]

ગઝલ લખવાનું કારણ

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

આંખને ખૂણે હજીયે ભેજ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે. -ચિનુ મોદી

ન સમજ

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

દૃષ્ટિ ભલે રાખ તમાશા ન સમજ રણ માન મગર કોઇને પ્યાસા ન સમજ બેફામ જગત આખું છે એવી માયા કે મુક્ત થવું હોય તો માયા ન સમજ. -બેફામ

દિલ તમોને આપતા આપી દીધું

Posted on May 26th, 2008 by gujaratikavita  |  No Comments »

દિલ તમોને આપતા આપી દીધું પામતાં પાછું અમે માપી લીધું. માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચોતરફથી કેટલું કાપી લીધું ! – મનહર મોદી