રસજ્યોત
એક જ્વાલા જલે તુજ નેનનમાં, ………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું; એક વીજ ઝલે નભમંડળમાં, ………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું. મધરાતના પહોર અઘોર હતા, ………….. અન્ધકારના દોર જ ઓર હતા; તુજ નેનમાં મોરચકોર હતા, ………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું. અહા ! વિશ્વનાં દ્વાર ખુલ્યાં-ઉછળ્યાં, ………….. અહા ! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા; અહા ! લોચન [...]