Posts Tagged ‘gujarati poem’

વર્ષા

Posted on February 9th, 2011 by admin  |  1 Comment »

મજબૂર માનવીના આંસુ થકી બની વર્ષા ધરતી પર અવિરત વરસી રહી ધારા જોઈ તેની દયનીય દશા વાદળોમાં વ્યાપી ગઈ શ્યામલતા, કર્યો એણે ગગનભેદી ચિત્કાર વીજળીએ આપ્યો સાથ ફેલાવી તીવ્ર પ્રકાશ પાલવમાં સમાવ્યો અવનીએ સંસારના દુઃખોનો અંધકાર પક્ષીઓનો કલરવ શમી ગયો જોઈ વર્ષાનું તાંડવ-નૃત્ય ગગનમાં ફેલાયુ સાત રંગોનું મેઘ-ધનુષ્ય પ્રકૃતિએ કર્યું સ્નાન, પહેર્યો મેઘધનુષ્યનો હાર લીલા [...]

ગીત

Posted on February 8th, 2011 by admin  |  No Comments »

છપ્પનમા વરસે તો કારમો દુકાળ પડે, ……………… છતાં છપ્પનમું લીલુંછમ્મ જાય છે ! થોડાં પાંદડાં ખરેલાં એક માણસમાં, ……………… આજે પણ કોયલ બેસીને ગીત ગાય છે ! કોયલનાં ગીતોથી પડઘાતું આભ, .…………….. અને આભ નીચે ચાલવાનું મારું ! રસ્તાઓ એટલું જ જાણે છે: .…………….. લંબાણ તો પથ ને પથિકનું સહિયારું… ચાલવાની વાત સાત ડગલાંની હોય [...]

હું વિનષ્ટ નથી

Posted on February 8th, 2011 by admin  |  No Comments »

રડો શાને મારાં સ્વજન, અવ મારા મરણ પે ? હતો જે રૂપે તે અવ નથી હું, તેથી જ ? પણ ના હયાતી-હસ્તીનું કદી પણ નહોવું, મરણ ના કહો એને; આવું રડવું ન ઘટે વિસ્તરણ પે; તમારું વ્હાલું આ પૂતળું હતું પાંચેભૂતગ્રથ્યું, થયું એકાકારે પ્રગટ મૂરતે ને સૂરતમાં, ફરી તે વ્હેંચાઈ, વિખરઈ જશે પાંચ ભૂતમાં, નથી [...]

રંગમંચ

Posted on February 8th, 2011 by admin  |  No Comments »

સંસારના રંગમંચ, પર ભજવાતું, આ, જીવન નાટક, વાસ્તવિક પાત્રોથી ભરપુર રંગમંચ! પડદાઓ પડી રહ્યા છે, હર્ષ-શોકના, સ્નેહના, વેર-ઝેરના, તારું-મારું શાંતિ-અશાંતિના, સંસારના રંગમંચ પર, માનવીના અનેક પાત્રો ભજવાઇ રહ્યાં છે, હસી રહ્યાં છે, રડી રહ્યાં છે. સૌ પાત્રો, અનેક ખેલ ખેલી રહ્યાં છે. જિંદગીનાં આ અવનવા ખેલનું! શું છે આ? માનવીના, અભિનયનો રંગમંચ છે. રંગમંચ પર [...]

લીલા લ્હેર છે

Posted on January 31st, 2011 by admin  |  1 Comment »

રોજ કોઈ ઝંખના મનને છળે છે, ……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે, ……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. સૂર્ય ઊગે કે નગર આખુંય તમને, ……………….. હર ક્ષણે રઝળાવવા નીકળી પડે. ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે, ……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. થાકને [...]

વરસાદનું ચિત્ર

Posted on January 17th, 2011 by admin  |  No Comments »

લીલુંછમ્મ અજવાળું ઝાંખું ઝાંખું ઝરમર ઝરમર થાય… જાય ધીમે ધીમે થડ પરથી નીતરતું ઝમતું જળ મૂળ ભણી માટીમાં થઈને ધીમે ધીમે…. વરસાદમાં આમ પલળતું એકલ વૃક્ષ હવે અંધકારમાં ઝૂમે ઝૂમતાં ઝૂમતાં ય ઝમતું રહે જળ માટીમાં ને મૂળમાં રાતભર વરસાદ ને અંધકાર ને પહાડ પર પછડાતો અવાજ ને તણાતાં આવતાં વૃક્ષો ને ધસમસતી આવતી લાશો [...]

સજા મળતી લાગે છે.

Posted on January 6th, 2011 by admin  |  8 Comments »

વાત કોઇ ખાસ હવે ફરતી લાગે છે, સંબંધો બધાય હવે શરતી લાગે છે. નિયમ અને રિવાજો ભરેલી આ નાવ, સમાજના બંધનના સમંદરમાં તરતી લાગે છે વફાદારીની વાતો બસ ખાલી વાતો છે, ને આંખથી શરમનો ભાવ સાવ સસ્તો લાગે છે. પ્રણયના નામે હવે તો વ્યાપાર થઇ ગયો છે, વફાના નફામાં ખોટની હવે ભરતી લાગે છે. ચકાસવા [...]

દિલની વાત

Posted on January 6th, 2011 by admin  |  No Comments »

સમયની સંગાથે અમે ચાલતા હતા, જીવનની હર રંગતને માણતા હતા. દૂર બેઠા બેઠા યાદ કરતા તમને, વિચારોમાં સ્પંદનો તમારા પામતા હતા. કેટલી લાગણી તમારી અમારા તરફ, વાત-વાતમાં તમારી પાસેથી માપતા હતા. તમારી દરેક પ્રેમની પુરવાઈને અને, દિલની વાતને કાવ્યમાં છાપતા હતા. મળશો તમે અમારું નશીબ થઇને, કિરણ તે વાત ક્યાં જાણતા હતા. – કિરણ દરજી [...]

સુગંધ ભળી

Posted on January 6th, 2011 by admin  |  1 Comment »

સવારની પ્હોરમાં તમારી સંગત મળી, સંગતની સાથે સુંવાળી રંગત મળી. આંખ બંધ કરી તો તમારી યાદ આવી, અને જોયું ખુલ્લા ગગનમાં, તો તમારી તસવીર નજર આવી. મહેકી ઊઠી મારી આખી સવાર, સૂરજની સાથે સોનામાં સુગંધ ભળી. -હરેશ ગોઢાણિયા, (ઉના.)

શરમ

Posted on January 6th, 2011 by admin  |  2 Comments »

હોય કોઇ પણ પક્ષના, આ નેતાઓ રાષ્ટ્રીય શરમ છે. આ કોઇ વ્યંગ નથી, કમનસીબે નક્કર હકીકત છે. લાલુ, કાંડા કે કલમાડી, કોને કરવી આ ગઝલ અર્પણ, પવાર યા બાંગારુ પણ હોઇ શકે? લાઇન તો હજુ બહુ લાંબી છે, આ લોકોનું આપણે શું કરીશું? બધાય આપણે જ ચૂંટેલા છે. શરમ પણ આપણી કેવી બેશરમ, વિરોધ કરવાની [...]