Posts Tagged ‘gujarati poem’

કોને ખબર છે?

Posted on September 20th, 2011 by admin  |  13 Comments »

કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!! ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…?? સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…?? જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો… અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે?? આગળ [...]

એ અને હું

Posted on August 4th, 2011 by admin  |  12 Comments »

મારી કવીતા એજ મારું કથન છે, મારી તો ચાદર જ મારું કફન છે…. લોકો મુજબ મારું ખરાબ ચાલ-ચલન છે, આ બદનામ પણ કોઇકની આંખનું રતન છે… રાહ મારી જોવા એના ક્યાં તરસ્યા નયન છે? જીવનભર એની યાદો નું મે કર્યું જતન છે… એમના આંગણે ખુશીઓ નું ખીલતું ચમન છે, મને તો કરે ભાગ્ય દુર થી [...]

પાંચ પુતળા

Posted on August 4th, 2011 by admin  |  7 Comments »

મધરાત વિત્યા પછી,શહેરના પાંચ પુતળા એક ચોતરા પર બેઠા અને આંસુ સારવા લાગ્યા વિનોબા બોલ્યા “છેવટે હુ થયો ફક્ત માળીઓનો” શિવાજી રાજા બોલ્યા “હુ તો ફ્ક્ત મરાઠાઓનો” ડો.આંબેડકર બોલ્યા “હુ તો ફક્ત હરિજનો નો” ટિળક બોલ્યા “હુ તો ફક્ત બ્રાહ્મણોનો” ગાંધીજીએ ગળાનો ડુમો સંભાળી લિધો બોલ્યા “તોય઼ તમે નશીબદાર એક એક જાત જમાત તો તમારી [...]

મારી વેદના

Posted on July 20th, 2011 by admin  |  7 Comments »

હુ એક પંખો છુ લોહ બ્લેડો ધારી ગોળ-ગોળ ફરતો ને સતત ઘુમતો સતત જલતો ને શિતળ હવા વેરતો શીળી હવાના ઘેનમાં સૌ સુઇ રહ્યા મોજમાં પણ મારૂ પેટાળ ધગધગતી આગમાં ભભુકી રહ્યુ છે કોઇ ઊંઘમાંથી ઊઠીને પ્લિઝ….જરા…. સ્વિચ ઓફ કરશો. – પરેશગિરિ ગોસ્વામી – જુનાગઢ

રૂપ

Posted on July 16th, 2011 by admin  |  5 Comments »

તારા હોઠો ની મધુરાશ, મારી દુર કરે અધુરાશ… તારી ચાલમાં એવો પ્રાસ, જાણે શ્યામ-ગોપી નો રાસ… તારી નાક્લડી ની ત્રાંસ, જોવા વાળા લપસે ખાસ… તારી આંખો નો ઉજાસ, હૈયા ને કરાવે હાશ… રૂપ તારું તાજી-મોળી છાશ, તુ નિર્મળ ઝરણાંનો આભાસ… -”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

મ્રુત્યુ-વિરહ

Posted on July 16th, 2011 by admin  |  4 Comments »

ઘણાં વખતથી મળ્યું નથી, મૌત મારુ કેવું હશે… ઘડીક નીરાંતે સુતુ હશે, કે જીવતર મારુ લેવું હશે… અંધારા મા છુપું હશે, કે છડેચોક આવતું હશે… કરતું કોઇનું કતલ હશે, કે શ્વાસ મારા ગણતું હશે… -”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

કવીતા ચિત્રણ

Posted on July 16th, 2011 by admin  |  No Comments »

મેઘ વરસે અનરાધાર, કવીતા લખાય અનાયાસ… થોડી ઇચ્છા અને પ્રયાસ, શબ્દો નો રેલાય ઉજાસ… જેટ્લું નિર્મળ ચીત્તાકાશ, તેટલી તેમા વધુ મીઠાશ… તેમાં કુંવારિકાશી નમણાશ, ચંદનની તેમા સુવાસ… ક્યારેક મેલો-ઘેલો ભાસ, ક્યારેક જાણેકે કૈલાશ… હૈયા ને કરાવતી હાશ, ઘડીક્મા ભડકાવતી પ્યાસ… -”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

મેઘવર્ણનમ્

Posted on July 16th, 2011 by admin  |  3 Comments »

મેઘ સ્મરામિ, ઇન્દ્રમ્ નમામી… શાતા દદાતી… શલીલં પ્રપાતી… વર્ષીતમ્ વારિ, હર્ષીતમ્ નર-નારી… સ્વાગતમ્ અપી, મેઘ સવારી… -”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

અલકમલક

Posted on May 10th, 2011 by admin  |  4 Comments »

કહેવાનું તો ઘણું હતું, પણ કહી ના શક્યા કંઇ જ. મનના અરમાન મનમાં જ રહ્યાં, કરી ન શક્યાં કંઇ જ. જોયું, જાણ્યું ને પીછાણ્યું, એ વાતને હવે જવા દો, કોઇ અલકમલકની વાતો. આપણામાં મહેકવા દો, દુનિયાની વાતો દુનિયામાં રહે એ જ વધુ સારું છે, આપણી વચ્ચે સારું છે, આપણી વચ્ચે પ્રીત રહે, એથી વિશેષ શું [...]

અકબંધ છે

Posted on May 9th, 2011 by admin  |  1 Comment »

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે. પ્રકાશ સૂર્યનો હજીય અકબંધ છે, પણ શું ઉગ્રતા એની એ જ છે? ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે, પણ શું શીતળતા એની એ જ છે? હરિયાળી ધરાની હજીય અકબંધ છે, પણ શું સૌમ્યતા એની એ જ છે? રૂદન શિશુનું હજીય અકબંધ છે, પણ શું નિર્દોષતા એની એ જ [...]