Posts Tagged ‘gujarati kavya’

કોને ખબર છે?

Posted on September 20th, 2011 by admin  |  13 Comments »

કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!! ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…?? સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…?? જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો… અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે?? આગળ [...]

અલકમલક

Posted on May 10th, 2011 by admin  |  4 Comments »

કહેવાનું તો ઘણું હતું, પણ કહી ના શક્યા કંઇ જ. મનના અરમાન મનમાં જ રહ્યાં, કરી ન શક્યાં કંઇ જ. જોયું, જાણ્યું ને પીછાણ્યું, એ વાતને હવે જવા દો, કોઇ અલકમલકની વાતો. આપણામાં મહેકવા દો, દુનિયાની વાતો દુનિયામાં રહે એ જ વધુ સારું છે, આપણી વચ્ચે સારું છે, આપણી વચ્ચે પ્રીત રહે, એથી વિશેષ શું [...]

મિલનની તડપ

Posted on May 10th, 2011 by admin  |  17 Comments »

દરરોજ અડધા કલાકની, વાતમાં દોસ્તી વધી ગઇ, દોસ્ત તારી યાદમાં હવે તો, લાગે કે રાત પણ વધી ગઇ. હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી, આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ. જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે, ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ. ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી, તારા મિલનની તડપ વધી ગઇ. [...]

અકબંધ છે

Posted on May 9th, 2011 by admin  |  1 Comment »

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે. પ્રકાશ સૂર્યનો હજીય અકબંધ છે, પણ શું ઉગ્રતા એની એ જ છે? ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે, પણ શું શીતળતા એની એ જ છે? હરિયાળી ધરાની હજીય અકબંધ છે, પણ શું સૌમ્યતા એની એ જ છે? રૂદન શિશુનું હજીય અકબંધ છે, પણ શું નિર્દોષતા એની એ જ [...]

નયનકક્ષમાં

Posted on May 9th, 2011 by admin  |  No Comments »

વિચારો ન શોધો ન બોલો કશું સતત મૌન રાખો શયનકક્ષમાં હૃદયના અધૂરા બધા ભાવની, થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં. ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો, થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો; મળાશે સહજ ભીતરી ભેજને, સજળ કોઈના બે નયનકક્ષમાં ! ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો, રહી તો રહી એક પરતંત્રતા; ન પામી શકું છું ન ત્યાગી શકું, ઊભો છું [...]

ફક્ત તારા માટે…

Posted on May 9th, 2011 by admin  |  6 Comments »

નજરથી નજર મળીને, થઇ ગઇ એક નજર. અંકુર ફૂટ્યા પ્રેમના, ને થયો અહેસાસ દિલમાં. ક્ષણમાં લખાયું તારું નામ,ધબકાર ને શ્વાસમાં. એકરાર થયો ને,ડૂબી નાવ તારા પ્રેમસફરમાં. હવે ‘હું’ હું નથી, ને ‘તું’ તું નથી, બન્યા એક જીવ બે શરીરમાં. તારાથી ‘હું’ ને મારાથી ‘તું’, એ જ છે, આપણા નસીબમાં. પ્રેમના દરિયામાં એવા તો ડૂબ્યા, કે [...]

નથી હોતી…

Posted on May 9th, 2011 by admin  |  5 Comments »

ધન, વૈભવ, દોલતમાં, અમીરી નથી હોતી, દિલના કોઇ ખૂણામાં, ગરીબી નથી હોતી. લોક સમજે છે, જાગીર પોતાની વર્ષોથી, વખત ટાણે વસિયત સાબિત નથી હોતી. મારું મારું કરે જે, એકલો રહી વંચિત, બંધ મુઢ્ઢીમાં કોઇ દિ’ સ્વસ્થતા નથી હોતી. પીડ પરાઇ સમજમાં, વિહરતું રહે આ દિલ, પ્રેમની વલખતી ભીખમાં, ફકીરી નથી હોતી. શરાબ, મટન સબડે, જ્યાં [...]

આવી જજો

Posted on March 17th, 2011 by admin  |  1 Comment »

તમારા વિયોગમાં મારો પ્રાણ જાય, ત્યારે તમે આવી જજો. હું નથી હયાત હવે, એવી વાત માની લેજો. ભલે સ્વજનો મારા દુ:ખી હોય, પણ તમે ખુશીઓ મનાવી લેજો. એક હતો દુશ્મન એ પણ નથી રહ્યો, એવો દિલાસો દિલને આથી દેજો. ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે, પણ તમે મારી નિંદા કરી લેજો. અમર છે નામ મારું, [...]

કોની મુલાકાત કરી

Posted on February 9th, 2011 by admin  |  No Comments »

મુખડું મલકાય છે કોનાથી તમે વાત કરી, આવ્યા છો તમે કોની મુલાકાત કરી. ગણો છો ક્ષણો ને ઝાંખો છો ઝરૂખેથી, થયા છો બેચેન ઘણા કોને યાદ કરી. ઝૂમ્યા કરો છો આમ કોના પ્રેમમાં તમે, જરા કહો તો કોની કબૂલાત કરી. મળી ગયા છે જાણે જગતમાં તમને દેવતા, કરો છો યાદ ક્ષણોનો જાપ કરી. -રેહાના નઝીર

તારા ગયા પછી…

Posted on February 9th, 2011 by admin  |  No Comments »

આંસુને આંખમાં લઈ ક્યાં સુધી જીવીશ હું ભલા એના કિનારે તારી આંગળીઓનો સ્પર્શ જો થઈ જાય રહ્યો મઘુર રજનીની એક અપેક્ષા લઈ દિલમાં હું, જાગી જાઉં હું ઝબકીને સ્વપ્ન તારો ચહેરો જો થઈ જાય કઠોર તું થઈ જશે એટલી મને ખબર ન હતી કે, કોમળ મારા દિલની વેદનાનો પણ નાદ તને જો ન સંભળાય કહી [...]