Posts Tagged ‘gujarati gazals’

દિલ ચાહે છે……

Posted on February 1st, 2011 by admin  |  No Comments »

સૌથી વઘું ખુશનસીબ એ આંસુ છે…. જેને તમારી આંખમાં જગા મળી ગઇ, આવી જ જગા તમારા દિલ મહી, દિલ ચાહે છે…. તમારા દુઃખ-દર્દ ખુદા પાસેથી છીનવી, એને પોતાના કરવા દિલ ચાહે છે. મંજીલ તો તમે છો મારી વર્ષોથી, તે મંજીલને રસ્તામાં જ મળવા, દિલ ચાહે છે…. જગ આખા ને ખબર છે પ્રણય છે આપણી વચ્ચે, [...]

મંઝિલ મળી ગઇ

Posted on February 1st, 2011 by admin  |  1 Comment »

સામા મળ્યા તો એમની નજરો ઢળી ગઇ, રસ્તા મહીં જ આજ તો મંઝિલ મળી ગઇ. વખત ના વેણમાં યાદ અટકી ગઇ, તમારા નયનમાં બાંધી ગઝલ છતાં છટકી ગઇ. સાચે જ ઝાકળ ‘‘બિન્દુ’’ જેમ હતી મારી જિંદગી, ને, દુઃખ નો જરાક તાપ પડ્યો ને ઓગળી ગઇ. મારા આંસુ પણ આજે ખુશનસીબ છે, જેને તમારી આંખોમાં જગ્યા [...]

નશો

Posted on February 1st, 2011 by admin  |  No Comments »

આંખ છલકાય છે જામથી, આંખ છલકાય છે પ્રેમથી. નવી આદત પડી લાગે છે, આંખ છલકાય છે આંસુથી. ન દિવસ જુએ ન રાત એ, આંખ છલકાય છે વ્હાલ થી. ઓળખાણ ચાર દિવસ ની, આંખ છલકાય છે વર્ષો થી. કેમ કરી રોકવી તેને હવે, આંખ છલકાય છે નમી થી. સખી અટકાવી દો અશ્રું, દિલ છલકાય છે લોહી [...]

‘જીવનસંગીની બનીને…!’

Posted on January 28th, 2011 by admin  |  1 Comment »

નયનથી તમારા મને પોતાનો બનાવ્યો છે, ને મનમાં મારા અદ્ભુત પ્રેમ જગાવ્યો છે. કોણ જાણે કેવા કામણ કર્યા તે મુજ પર, રાત-દિન યાદોએ તમારી બહુ સતાવ્યો છે. મળ્યા મુજને ‘જીવનસંગીની બનીને…!, જીવન જીવવાનો સરળ રસ્તો બતાવ્યો છે. નિખાલસ વ્યક્તિત્વ છે છતાંય ઉદાસ રહેતો, સ્મિત બની તમે સદાયે મલકાવ્યો છે. સંગાથથી તમારા જીવન પ્રકાશિત થયું આ, [...]

હોળી…હૈયાહોળી

Posted on January 28th, 2011 by admin  |  2 Comments »

પીઓ ખાંડ વિના ચા મોળી, ભૈ, આપણે તો ભાવવધારાની હોળી. આગ, લૂંટફાટ, વાતવાતમાં ગોળી, જ્યાં જુઓ ત્યાં આતંકવાદની હોળી. ખુલ્લા તન, ગઇ સાડી, ચણિયા-ચોળી, આઇટમગર્લની જ્યાં જુઓ ફેશન હોળી. વાયદા, વચનના વેપાર, જનતા છે ભોળી, રામરાજના સપનાને પી ગયા છે ઘોળી. ખિસ્સાં ખાલી, ખાલી સદા છે ઝોળી, ઘરઘરમાં રોજેરોજ પ્રગટે છે હોળી. ગમે ત્યાંથી ‘બાપુ’ને [...]

છળ

Posted on January 28th, 2011 by admin  |  2 Comments »

બારાખડી પાસેથી છળનું અમે કામ લીધું, કરોડો રૂપિયા લઇને કરાતાં કામને સેવાનું નામ દીધું. નામ તો પાડ્યું માણસ અને એના સારા અર્થો કરી દીધા, તોય જાનવરથી પણ બદતર અમે કામ કીધા. આ પાપના કૂવામાંથી બહાર નીકળવું છે કોને? અમે વિષને અમૃત કહી બધાંને પાઇ દીધું. આ ખોટું જ છે ખબર છે બધી છતાં, બીજાના હકનું [...]

હું જોતો રહ્યો

Posted on January 28th, 2011 by admin  |  1 Comment »

પ્રેમ કેરા બાગમાં ગુલાબની જેમ ખીલવતો રહ્યો, તોડી ગયો કોઇ બીજો ને હું જોતો રહ્યો, પ્રેમ કેરા એ બાગમાં ‘ભમરો’ બની ભટકતો રહ્યો. મધપૂડામાં મધમાખીની જેમ મધ ભરતો રહ્યો, ચાખી ગયો કોઇ બીજો ને હું જોતો રહ્યો, ખાલી પડેલા મધપૂડા પાસે ‘મધમાખી’ની જેમ ભટકતો રહ્યો. દિલ કેરા દરિયામાં મોતીની જેમ સાચવતો રહ્યો, ચોરી ગયો કોઇ [...]

ફિલિપ કલાર્ક

Posted on January 28th, 2011 by admin  |  No Comments »

આવતા અણસાર જેવું રાખજે વાગતા ભણકાર જેવું રાખજે એ ઉદાસી કાપશે તારી પ્રિયે તું સ્મરણને ધાર જેવું રાખજે સાવ અમથા આમ લીટા ના દોર કૈંક તો આકાર જેવું રાખજે ત્યાગ તો તું શસ્ત્ર તારાં ત્યાગજે જીત કરતાં હાર જેવું રાખજે પાણીમાં તું એમ ના બેસી જતો આમ તો ઉપચાર જેવું રાખજે યાદ કરશે એ રીતે [...]

ફરિયાદની યાદ

Posted on January 28th, 2011 by admin  |  No Comments »

સમયના વહેણમાં વરસો વહેતાં ગયાં, તમારી વસમી યાદમાં બેહાલ થતાં ગયાં. જીવવા-મરવાના કોલ દીધા આપણે, ભૂતકાળનાં શમણાં ભરી દેતાં ગયાં. મિલન-આશામાં ઝૂરતાં-કણસતાં પરસ્પર, વસમી વિદાયની વેળા કમને દેતાં ગયા. હેતના રણમાં મૃગજળ પીવા દોડતાં, આપની અમીભરી વાદળી લેતાં ગયાં. હાલક-ડોલક મુજ નૈયાના આપ સુકાની, ડૂબવાને સારું મઝધારે તરછોડતાં ગયાં. યાદને પણ યાદ રાખવા જીવ્યા સારું, [...]

ગમે છે

Posted on January 25th, 2011 by admin  |  No Comments »

કુદરતની સૌગાત સુંદરવન ગમે છે ઉપવનમાં શોભાયમાન સુરેખ સુમન ગમે છે. આફતાબને અવની, ચાંદ ને ચાંદની ગમે છે. એમ મ્હને પણ તમારો સુંદર વદન ગમે છે. મશગૂલ હતા વાતોમાં અમે એકમેકમાં, ને એમના આનન પર પ્રસરાવતું મંદ-મંદ મુસ્કાન ગમે છે. ‘ધીરજ’ને નેણના નજરાણા, પાંપણના પલકારા, મોહક એવા તમારા આ કાજળભર્યા નયન ગમે છે. શાંત, સુશીલ, [...]