ઈન્દુકુમાર જોષી
સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છે, ક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો. અંધારમાં દીશાઓ ફંફોસતી હવાને, આજે નહીં તો કાલે આકાર થઈ જવાનો. જંગલની કેડીઓને આ શી રમત સુઝી છે ? વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો. વેળા વહી જશે તો શું થશે સમયનું ? ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો. -ઈન્દુકુમાર જોષી